શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

કૃપાનો થાઓ જયજયકાર
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

કૃપાનો થાઓ જયજયકાર (૨)

પ્રેમીજન પર પ્રેમ તમારો
વરસો ધારો ધાર;
જીવનમાં ડગલે ને પગલે
ધરો વિજયની માળ ... કૃપાનો થાઓ જયજયકાર

મુસીબતોને મારી ચિંતા
ને પીડાથી પાર
સદા કરી દો શરણાગતને
સ્વર્ગ કરી સંસાર ... કૃપાનો થાઓ જયજયકાર

વસંત પાનખરે પ્રગટાવો,
રણને કરો રસાળ;
દિવાળી કરી દો હોળીની,
નિત્ય કરો ઉધ્ધાર ... કૃપાનો થાઓ જયજયકાર

અંધકારમાં અટવાતાંના
પ્રકાશ હો તત્કાળ;
એકલદોકલના સાથી હો
તેમ બનો રખેવાળ ... કૃપાનો થાઓ જયજયકાર

મુંઝાયે ના ભક્ત કદીયે,
કરજો રોજ વિચાર;
'પાગલ'ને અપનાવો, આવો,
હવે કરો ના વાર ... કૃપાનો થાઓ જયજયકાર
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer