શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

દીનનદેવ સકળ દુઃખહારી
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

દીનનદેવ સકળ દુઃખહારી!
અધમોધ્ધારક, હે જગનાયક,
પાવક હે ભવતારક ભારી ... દીનનદેવ સકળ દુઃખહારી!

કરુણાગાર સુખદ સંકટહર,
ક્ષમાનિધાન મહાઅવતારી;
પ્રેમળ પાવન દર્દવિનાશક,
સાંઈ સુણજો અરજ અમારી ... દીનનદેવ સકળ દુઃખહારી!

ચરણમહીં મારું મન રાચો,
રોમ રોમમાં મૂર્તિ નાચો;
'પાગલ' પ્રાણ પ્રસાદી પામો,
જગમંગલ જગ જીવનધારી! ... દીનનદેવ સકળ દુઃખહારી!
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer