શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

વંદન સંતન વારંવાર
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

વંદન સંતન વારંવાર (2)

 

કરુણા પ્રેમથકી મંડિત જે સ્નેહતણા છે સાર;
પ્રકટ થયા પરમાત્મા પોતે ધરી મનુજ અવતાર... વંદન

ભવતારક ને દોષવિદારક, કરે કષ્ટથી પાર;
દુઃખદર્દને અશાંતિ ટાળે, મંગલ મધુર રસાળ ... વંદન

સર્વતીર્થથી અધિક પુણ્યપ્રદ, મુક્તિતણાં છે દ્વાર;
ગંગાથી પણ ગૌરવવાળા, મૃદુતા પારાવાર ... વંદન

શરણ તમારે જે આવે તે થાય દુઃખથી પાર;
દ્રષ્ટિપાત થતાં જ તમારો કંપી જાયે કાળ ... વંદન

જેના પર રેલો ભાવ કરી કરૂણા કેરી ધાર;
ધન્ય થાય તે માનવ સાચે, પામે કદિ ના હાર ... વંદન

આગળ પાછળથી વંદન હો, વંદન વળી હજાર;
'પાગલ'ને પોતાનો જાણો તેમ કરી લો પ્યાર ... વંદન
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer