શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

પ્રેમ છે પ્રેમ છે
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે રે
જેના દિલમાં તારે માટે પ્રેમ છે.

ભીતિ ને ભેદભાવ તેને કોઇ નથી,
હૈયામાં હેતનું હેમ છે રે,
જેના દિલમાં તમારો પ્રેમ છે ... પ્રેમ છે પ્રેમ છે

ચિંતા કરે તે વિષયોની શાને ?
મન તેનું ચંચલ કેમ છે રે,
જેના દિલમાં તમારો પ્રેમ છે ... પ્રેમ છે પ્રેમ છે

માયા ને મોહની ઝેરી છે જ્વાળા,
તેમાં બેઠો અનાસક્ત જેમ રે;
જેના દિલમાં તમારો પ્રેમ છે ... પ્રેમ છે પ્રેમ છે

આઠે પ્રહર તેને અંતર આનંદ છે,
જીવનમાં એક જેની નેમ છે રે;
જેના દિલમાં તમારો પ્રેમ છે ... પ્રેમ છે પ્રેમ છે

'પાગલ' કે' એનાથી દૂર ના રહેશો,
હાથે તમારા એનું ક્ષેમ છે રે,
જેના દિલમાં તમારો પ્રેમ છે ... પ્રેમ છે પ્રેમ છે
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer