શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

સાચેરા સંત
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

સાચેરા સંત મળી જાય જો, ત્રણે તાપ મટી જાય,
ખરે મોત મરી જાય, સાચેરા સંત મળી જાય જો.

દર્શન દે પ્રેમ કરી સંત જો;
વ્યથા બધી મટી જાય, દૂર દળદર ને થાય ... સાચેરા સંત

એનો પ્રકાશ પડે પ્રેમનો,
વાયુ વેદતણો વાય, હૈયું ઘેનભર્યું ગાય ... સાચેરા સંત

ભક્તિની ગંગા વહી રહી,
એમાં ન્હવરાવે ન્હાય, રસ પીએ ને પાય ... સાચેરા સંત

ચિંતા બળીને ખાખ થાય તો,
હોળી દિવાળી થાય, પાપ પુણ્ય બની જાય ... સાચેરા સંત

દુર્લભ એ સંત સહવાસમાં,
મુક્તિ મહા મળી જાય, સિદ્ધિ સહજ બની જાય ... સાચેરા સંત

'પાગલ' કે' કેટલું કહું હજી,
કૃપા સંતની જો થાય, પ્રભુ પોતે મળી જાય ... સાચેરા સંત
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer