શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

સાંઇનાથ આજે તો આવો જરૂર
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

સાંઇનાથ આજે તો આવો જરૂર,
જિંદગી તમારા વિનાની ધૂળ ... સાંઇનાથ

કેટકેટલા દિનોથી તલસું તમોને,
અંતરની વેદના કહું કહોને કોને;
હૈયું થયું મળવાને ગાંડુતૂર ... સાંઇનાથ

લાજે કૃપા તમારી જો ના પધારો,
આપેલા કોલ તમે સત્વર ના પાળો;
કેમ ગમે દિલને રહેવું દૂર ? ... સાંઇનાથ

આંખોમાં અંજન છે આંજેલ પ્રેમનું,
અંગે અનુરાગ ભર્યો, દુર રહું કેમ હું ?
પ્રાણમહીં જાણે છે પ્રેમનું પૂર ... સાંઇનાથ

દર્શનની કામના કૃતાર્થ કરો આજે,
આશિષની વર્ષા કરો મારે કાજે;
અજવાળો અંગાગ રેલીને નૂર ... સાંઇનાથ

સેવાનો ભેખ લઇ વિચરો તમે તો,
ભક્તોને તારનાર બીજો કહો કો ?
'પાગલ' છે પ્રેમી મહીં મશહૂર ... સાંઇનાથ
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer