શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

લેતાં સાંઇ કેરું નામ
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

લેતાં સાંઇકેરું નામ, કરી લો આ દુનિયાના કામ,
સ્મરતાં સદાય સ્નેહનિધાન, કરી લો ... લેતાં

મદ ને માન અહંતા ધોઇ, હૈયે ઉત્તમ ભાવો બોઇ,
છોડી ચિંતા બીક તમામ, કરી લો ... લેતાં

જો જો કુકર્મ કદી ના થાયે, મન ના ખોટે મારગ જાયે;
માની સ્વાર્થ પ્રમાદ હરામ, કરી લો ... લેતાં

હિતમાં રોજ રહેજો રાજી, બનશો બીજાના ના કાજી;
દેતાં જીવોને આરામ, કરી લો ... લેતાં

સંતસમાગમ નિશદિન સેવો, માણો પ્રભુભક્તિનો મેવો;
મળશે અંતરને આરામ, કરી લો ... લેતાં

વાવો તેવું લણો સદાયે, નિયમ જગતમાં એ વખણાયે;
માટે રગ રગ રાખી રામ, કરી લો ... લેતાં

સાંઇ સમર્થ ખૂબ ગણાયે, પ્રેમ દયા મહિમા વખણાયે;
કરશે કારજ સિદ્ધ તમામ, કરી લો ... લેતાં

લઇ લો શરણ સદાયે એનું, સ્નેહી સંસારે કો' કેનું;
રે'વું બે દિન કે બે યામ, કરી લો ... લેતાં

'પાગલ' સાંઇના ગુણ ગાયે, પામી કૃપા નિરંતર ન્હાયે;
જીવો હૈયે રાખી હામ, કરી લો ... લેતાં
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer