શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

પૂજું તમને આજ પ્રભાતે
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

પૂજું તમને આજ પ્રભાતે
ધૂપ દીપ ને હારે,
રંગભર્યા ગંગાને ઘાટે,
સાંઇનાથ સવારે ... પૂજું તમને

અંતરમાં છે ઉમંગ ભારે,
વ્હાલ વહે છે સહસ્ત્રધારે;
નસનસમાં છે જીવન જાદુ,
છોડું સૂર સિતારે ... પૂજું તમને

ભાવતણાં મધુરા પુષ્પો છે,
ગૂંથુ અંતર તારે;
કંઠમહીં તે દઉં ચઢાવી,
શોભા સુંદર ધારે ... પૂજું તમને

નથી પ્રવીણ પૂજામાં કોઇ,
તોપણ દિલડું વારે;
'પાગલ' પ્રાણ કૃપાને તલસે
આશ અન્ય ના મારે ... પૂજું તમને
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer