શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

મહાસંત મેં માન્યા
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

મહાસંત મેં માન્યા તમને
મહાસંત મેં માન્યા !

અખિલ જગતમાં સૌથી ઉત્તમ
સિદ્ધપુરૂષ મેં જાણ્યા,
પ્રેમળ તેમ દયાળુ ખરેખર
પિતા સમાન પ્રમાણ્યા ... મહાસંત

ભક્ત જનોના પ્રાણ, દીનના
આધાર સમા માન્યા;
અધમોધ્ધારક, મંગલકારક
જીવનનું ધન જાણ્યા ... મહાસંત

પરમાત્મા પોતે જ સનાતન
રૂપ ધરીને આવ્યાં;
એ જ ભાવથી આજ લગીનાં
ગીતોમાં મેં ગાયા ... મહાસંત

'પાગલ' શ્રદ્ધા સત્ય કરી દો,
કરી દો હવે દયા;
મનોરથ કરો પૂરણ મારો,
રંક જનોના રાયા ! ... મહાસંત
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer