શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

મહાપુરૂષની વાણી
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

મહાપુરૂષની વાણી,
મિથ્યા થાય કદી ના એવી,
વાત ખરે મેં જાણી ... મહાપુરૂષની વાણી

ભૂલભાંતિમાં બોલાયે તો -
પણ કરતી કલ્યાણી,
અમોઘ ફળને અવશ્ય આપે
માની હો કે શાણી ... મહાપુરૂષની વાણી

વહી ગયેલાં પાછે વાળે
પ્રવાહ કેરાં પાણી;
પર્વત રણ, રણનું વન કરતી,
નિર્ધન કરતી દાની ... મહાપુરૂષની વાણી

અબોલને શીધ્ર કવિત્વ ધરે,
તરત મટાડે હાનિ;
સિદ્ધ વચનનો મહિમા મોટો
પ્રસિદ્ધ વાત પુરાણી ... મહાપુરૂષની વાણી

'પાગલ' પ્રભુજી જો જો મિથ્યા
થાય તમારી વાણી;
કૃપા પિયૂષ વરસજો આજે
ચાતક જેવો જાણી ... મહાપુરૂષની વાણી
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer