શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

મારાં બધાં કાર્યોમાં
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

મારાં બધાં કાર્યોમાં તમારી મદદ માંગું છું
તમારો દિવ્ય આઠે પ્રહર આશિર્વાદ માંગું છું. ... મારાં

તમારું સ્મરણ અંતરમાં અંખડપણે ભલે ચાલે,
તમારા ભાવનાં ફૂલો ભલે હરરોજ ને ફાલે;
ખરે ઉપકાર માનું કે તમારામાં જ જાગું છું .. મારાં

તમારો સાથ ને સહકાર જીવનમાં મળી જાયે,
કમી શી ધન્યતાની, કૃપાની વર્ષા સદા થાયે;
તમારી છત્રછાયા મધુર તેમજ હૂંફ માંગું છું ... મારાં

હશે ચિંતા પછી કૈ ના તમારા દિવ્ય સહવાસે,
તમારી શુભાશિષથી દર્દ ભય ને સંકટે નાસે;
થઇ 'પાગલ' પગે હૈયાથકી દરરોજ લાગું છું ... મારાં
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer