શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ડુંગર દુઃખના છોને પડે
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

ડુંગર દુઃખના છોને પડે
તારું અંતર કેમ રડે ? ... ડુંગર

શરણ લઇ લે સંતપ્રભુનું તો
ચિંતા બધીયે ટળે;
દર્દ દાવાગ્નિ દૂર બને ને
ગ્રહ ના કદીયે નડે ... ડુંગર

ભારે ભેખડ પડે, ધોર ગર્જના વડે
વંટોળે ચિત્ત ચડે;
સંતની હોય શુભાશિષ તો ના
આફત લેશ અડે ... ડુંગર

આંસુના સાગર શાંત બને ને
હેતુ સમસ્ત સરે;
બંધ થયા હો મારગ તોયે
ધાર્યો માર્ગ જડે ... ડુંગર

અનુભવની આ વાણી કહી છે,
કૈં ન અશક્ય ખરે;
'પાગલ' પ્રભુનો પ્રેમી થા તું,
શોકમાં શાને સડે ? ... ડુંગર
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer