શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

સાંઇનાથ મારો હાથ
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

સાંઇનાથ મારો હાથ જોજો કોદી ના છોડો.
ભૂલેચૂકે મારો સાથ જોજો કોદી ના છોડ .... સાંઇનાથ

જીવન ધર્યું તમોને મેં તો, ને આધાર નથી બીજો કો;
તમારો દૈવી દ્રષ્ટિપાત, જોજો કોદી ના છોડો ... સાંઇનાથ

લાગી માયા એક તમારી, કીધી તેથી તો મેં યારી;
સંભાળો તો મારી જાત, જોજો કોદી ના છોડો ... સાંઇનાથ

ભક્તો હશે તમારા કોટી, કરશો મુજને પણ ના ખોટી;
મારે એક તમે સાક્ષાત, જોજો કોદી ના છોડો ... સાંઇનાથ

મારે માતાપિતા ને ભાઇ, સ્નેહી તેમ સખા છો સાંઇ;
મારા પગ મસ્તક ને હાથ, જોજો કોદી ના છોડો ... સાંઇનાથ

'પાગલ' પ્રેમી થયો તમારો, પાળ્યો તેમ સદાયે પાળો;
રક્ષો રોજ હજારે હાથ, જોજો કોદી ના છોડો ... સાંઇનાથ
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer