શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

તમારુ શરણું જે લે છે
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

તમારું શરણું જે લે છે
તેને ચિંતા ક્યાં રે' છે ?

સંકટ ભલે હજારો આવે,
તાપ ભલેને લાખ તપાવે;
છોને કોટિ ક્લેશ સતાવે;
ડર ક્યાં કોઇનો રે' છે ? ... તમારું

નાખો આંસુ ભક્તનાં ધોઇ,
ઘા રાખો કાયમ ના કોઇ;
ઝંખે પ્રેમે તમને કોઇ,
તેને પીડા ક્યાં રે' છે ? ... તમારું

મહિમા મોટો ખ્યાત તમારો,
શરણાગત સંભાળો તારો;
જે જન જન્મી થાય તમારો,
તેને બંધન ક્યાં રે' છે ... તમારું

'પાગલ' ગુણને ગાય તમારા,
પ્રભુ, સર્વસ્વ તમે છો મારા;
સાર્થક કરશો શબ્દો તમારા,
શ્રદ્ધા એ જ સદા રે' છે ... તમારું
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer