શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

આશા મારી પૂર્ણ કરી દો આજ
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

આશા મારી પૂર્ણ કરી દો આજ.
કેટકેટલા દિનથી ઝંખુ, પૂર્ણ કરી દો કાજ ... આશા

મૂંગુંમૂંગું રોતાં કરતો નિત્ય કરૂણ અવાજ;
કૃપા કરો તો વાગે મારે મંદિર ઝાંઝપખાજ ... આશા

તપ્ત હૃદયને શાંત કરી દો તેમ સજાવો સાજ;
પાર ઉતારો શીઘ્ર સલામત, ડગમગ થાય જહાજ ... આશા

પ્રકાશ કિરણે પ્રાણ ભરી દો, પાગલના શિરતાજ !
શાંત કરી દો, ધન્ય કરી દો, હવે ગરીબનિવાજ ! ... આશા

સાધારણ ઇચ્છા છે મારી, નથી માગતો રાજ;
શરણાગત છું, રહી તમારે હાથે મારી લાજ ... આશા
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer