શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

ભક્તો પર સંકટ વરસે
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

ભક્તો પર સંકટ વરસે ત્યાં સુઇ જાવ છો કેમ ?
ક્લેશતણા કંટકને કાપી મારગ કરો ના કેમ ?
'ખુલ્લે હાથે શરણાગત પર રોજ કરું છું રે'મ,'
વચન તમારાં ગયાં મરી શું, કેમ કરો ના પ્રેમ ?

બળ વિખ્યાત તમારું કેવું પરંપરાથી છે,
કૃપા તેમ કરુણાની વાતો ખૂબ ગવાઇ છે;
કેમ છતાંયે જોયા કરતા સ્નેહીના સંતાપ,
બોલો શાને લેશ તમે ના જપ્યે નિરંતર જાપ ?

તમારા વિના કોઇનો ના મારે છે આધાર,
નાખી દીધો તમારા જ પર મુજ જીવનનો ભાર;
'પાગલ' બાળક ઝંખે તેને જીવન દો તત્કાળ,
કોટિ કિરણ રેલાવી દો, દૂર કરો અંધાર.
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer