શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

પત્થર ઉપર પાણી
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

પત્થર ઉપર પાણી,
જો જો થાય પ્રાર્થના મારી પત્થર ઉપર પાણી.

હિંમત થે, ધીરજ શ્રદ્ધા છે, મક્કમતા પણ ભારી;
અરજી રોજ કરું અંતરની ગદગદ ગાતાં વાણી ... પત્થર

શક્તિના સ્વામી છો સૌથી સમર્થ અંતરયામી;
નિરાશ કોઇનેય કરો ના, મહાન ધ્યાની દાની ... પત્થર

પ્રતીક્ષા કરું કૈંક કાળથી, સાચો ભાવ વહાવી;
બોલો ના ચાલો ના શાને, પામર હું તો પ્રાણી ... પત્થર

દયા થશે ના તો જીવનમાં કરમાઇ જશે ક્યારી;
તેથી કહું થશો ના કોદી પત્થર ઉપર પાણી ... પત્થર
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer