શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

નમસ્કાર મારા
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

નમસ્કાર મારા, હજારો નમસ્કાર મારા !

જેના દિલમાં પવિત્રતા ને પ્રેમતણી ધારા,
સદગુણથી શોભિત સંસ્કારી ભાવભર્યા ન્યારા;
પ્રણામ એવા સંતચરણમાં રાતદિવસ મારા ! ... નમસ્કાર મારા

અમૃતઆંજેલી આંખલડી તેમજ મધુરી વાણ,
મોટા નાના ઉચ્ચનીચની જેને ન પડે જાણ;
વિનમ્ર વિનયી તેમ થયા જે ધૈર્યક્ષમાવાળા,
પ્રણામ એવા સંતચરણમાં રાતદિવસ મારા ! ... નમસ્કાર મારા

પરહિત માટે જીવન જેનું જેની છે કાયા,
પ્રભુના વિના ન કોઇ સાથે કરનારા માયા;
ચઠાવતા જે પ્રતિપળ પ્રભુને ભાવતણી માળા,
પ્રણામ એવા સંતચરણમાં રાતદિવસ મારા ! ... નમસ્કાર મારા

પ્રભુમય એ સંત કરો નિશદિન મંગલની ધારા,
પ્રેમફુવારા ઉડો તેમના રોમ રોમ મારા;
પોતાનાશો મને બનાવો તે પ્રભુના પ્યારા,
પ્રણામ એવા સંતચરણમાં રાતદિવસ મારા ! ... નમસ્કાર મારા
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer