શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

હૃદયમાં પ્રેમ જાગે તો
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

હૃદયમાં પ્રેમ જાગે તો બધુંયે કામ થાયે છે.
અડગ વિશ્વાસ જાગે તો બધુંયે કામ થાયે છે.

કર્યો ઉપદેશ સંતોએ, વળી શાસ્ત્રે ઘણાં એવો,
સબૂરી, સ્નેહ, શ્રદ્ધાથી બધીયે ભીતિ ભાગે છે ... હૃદયમાં

બને બેચેન અંતર આ, લઇ લગની સદા સ્તવે,
સમર્પણ જો કરે તો ના કૃપાની વાર લાગે છે ... હૃદયમાં

ઝરે જો નેહનાં નિર્ઝર, ફકીરી ચિત્ત જો ધારે;
અખંડાનંદ શાંતિતણી સિતારી સરસ વાગે છે ... હૃદયમાં

રડે તે હર્ષ પામે છે, લૂંટાયે તે લૂંટાવે છે;
દઇ દે દિલ દિવાના તે દિલથકી દિલ લગાવે છે ... હૃદયમાં

સમર્પે તે જ પામે છે, તપે તે શાંત થાયે છે;
બને કુરબાન તે મૃત્યુતણો ભયશોક ત્યાગે છે ... હૃદયમાં

કરો એ શબ્દને સાચા, મળે કે મૂકને વાચા;
હૃદય મારું ખરે સાંઇ, છલોછલ શુદ્ધ રાગે છે ... હૃદયમાં
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer