શ્રી યોગેશ્વરજી રચિત

 

ગુજરાતી ભજનો

 

અંતરને ઝંકૃત કરનાર ભજનો, પ્રાર્થના, સ્તુતિ, આરતિ અને સ્તોત્ર

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

કોને પોકારું ?
     
  Sai Baba of Shirdi  
< BACK

સાંઇ સંગીત

NEXT >

       

સાંઇનાથ તારા વિના કોને પોકારું ?
કોને પોકારું સ્તવું કોને કહે વારું ? ... સાંઇનાથ તારા વિના

કોના દિલમાં દયાનો દરિયો ઉછળતો ?
પ્રેમનાં પિયૂષ કોના પ્રાણ સદા ફૂટતો ?
હૈયામાં કોને ધારું, કોને પોકારું ... સાંઇનાથ તારા વિના

કોણ છે સમર્થ વળી અન્ય અવનીમહીં ?
નિસ્વાર્થ સ્નેહ કરે અન્ય કો' કૃપા નહીં;
ચરણે ધન કાં ના ઢાળું, કોને પોકારું ... સાંઇનાથ તારા વિના

લીધો આધાર એક તારો મેં પ્રેમથી,
કરી દે કૃતાર્થ તારી અંતરની રે'મથી;
કીર્તન કરું છું તારું, કોને પોકારું ... સાંઇનાથ તારા વિના

પ્રીતડી થયેલ હવે સ્વપ્ને ન તૂટે,
ભાવ તારા અંતરથી જોજે ના ખૂટે;
હેત મારું સઘળું હારું, કોને પોકારું ... સાંઇનાથ તારા વિના

પોકાર પ્રેમથી સાંભળી લે મારા,
વરસી લે કૃપાકેરી કોટિકોટિ ધારા;
જીવન બને તો ન્યારું, કોને પોકારું ... સાંઇનાથ તારા વિના
 

Shri Yogeshwarji

 

                 ( શ્રી યોગેશ્વરજીના ભજનસંગ્રહ 'સાંઇ સંગીત' માંથી )

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer