Shri Yogeshwarji's Poetic rendering of

 

॥ शिवमहिम्नस्तोत्र ॥

 

With complete text, its Gujarati translation and MP3 audio

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

શ્રી શિવમહિમ્ન સ્તોત્ર

     
  Lord Shiva  
< BACK

Lord Shiva

NEXT >
Shivmahimna Shloka : 2

अतीतः पंथानं तव च महिमा वाड् मनसयो
रतद्व्यावृत्यायं चकितमभिधत्ते श्रुतिरपि
स कस्य स्तोतव्यः कतिविधगुणः कस्य विषयः
पदे त्वर्वाचीने पतति न मनः कस्य न वचः ॥२॥

-------

શકે તારો જાણી, પરમ મહિમા વાઙ્મન નહીં,

કરે છે વેદો યે, સ્તુતિ પણ ભયે 'નેતિ' સ્વરથી;

ગવાયે તો કો'થી, સુલભ પણ કો'થી શું ગુણનો ?

ધરે રૂપ ત્યારે, તુંજ પ્રતિ વળે વાઙમન છતાં

-------

વાણી અને મનથી તું પર છે એટલે વાણી ને મન તારા મહિમાને જાણી શકતા નથી. એટલે તો વેદ પણ જ્યારે તારું વર્ણન કરવા બેસે છે ત્યારે આખરે ' આ નહિ તે નહિ ' એમ કહીને જ અટકે છે. એવો મહિમા કોણ ગાઇ શકે ? પામી પણ કોણ શકે ? ને તે કેવા ગુણનો છે તે પણ કોણ કહી શકે ? છતાં તું સાકાર બને છે, રૂપ ધારણ કરે છે, ત્યારે તારા સ્વરૂપના ગુણગાન ભક્તો કરે છે. ખરેખર એ પ્રેમનું જ કારણ છે. (2)

   Shri Yogeshwarji

 

( શ્રી યોગેશ્વરજી કૃત 'શિવમહિમ્ન સ્તોત્ર'  માંથી )

MP3 audio of Shivmahimna Stotra : Shloka 02

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer