કયી ઇચ્છાથી ને કોની મદદથી તે આ સૃષ્ટિ રચી
છે ? વળી કેવું શરીર ધારણ કરીને કયા સાધનથી તે ત્રિભુવનની રચના કરી છે ? આ
બધા પ્રશ્નો તારી મહાન શક્તિને લગતા છે ને મનથી તારી મહાન શક્તિનો વિચાર થઇ
શકતો નથી. છતાં પણ મૂર્ખ માણસો એવા એવા તર્ક કરે છે. તેથી તો ઊલટું બીજા
માણસોમાં ભ્રમણા ઉત્પન્ન થાય છે. (5)