गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अरण्यकांड

   
< BACK

Aranya Kand

NEXT >

Ram reaches sage Sharbhang's ashram

 

(चौपाई)

मुनि पद कमल नाइ करि सीसा। चले बनहि सुर नर मुनि ईसा ॥

आगे राम अनुज पुनि पाछें। मुनि बर बेष बने अति काछें ॥ १ ॥

उमय बीच श्री सोहइ कैसी। ब्रह्म जीव बिच माया जैसी ॥

सरिता बन गिरि अवघट घाटा। पति पहिचानी देहिं बर बाटा ॥ २ ॥

जहँ जहँ जाहि देव रघुराया। करहिं मेध तहँ तहँ नभ छाया ॥

मिला असुर बिराध मग जाता। आवतहीं रघुवीर निपाता ॥ ३ ॥

तुरतहिं रुचिर रूप तेहिं पावा। देखि दुखी निज धाम पठावा ॥

पुनि आए जहँ मुनि सरभंगा। सुंदर अनुज जानकी संगा ॥ ४ ॥

(दोहा) 

देखी राम मुख पंकज मुनिबर लोचन भृंग।

सादर पान करत अति धन्य जन्म सरभंग ॥ ७ ॥

 

શ્રીરામ શરભંગ ઋષિના આશ્રમમાં પધારે છે

 

મુનિચરણે નમાવી શીશ ચાલ્યા સુરનર મુનિવર ઇશ,

આગળ રામ પાછળ લક્ષ્મણ મુનિવેશે હરી લેતા મન.

 

બંને વચ્ચે સોહે સીતા કેવી બ્રહ્મ જીવ મધ્યે માયા જેવી;

ગિરિ સરિતા દુર્ગમ સ્થળ વન માર્ગ દેતાં જાણી જગધન.

 

વનમાં જ્યાં જ્યાં જતા રઘુરાય કરતાં વ્યોમ વાદળ ત્યાં છાંય

ચારુ સરવર આંબાવાડી હતી ઋષિમુનિઓએ ઉગાડી.

 

દિવ્ય વૃક્ષો ફળો ચારેપાસે ભરે મનને મોહે ને ઉલ્લાસે.

 

(દોહરો)    

વિરાધ રાક્ષસ માર્ગમાં મળ્યો રામને ત્યાં;

સપ્ત સર્પશરથી હણ્યો રામે ક્ષણભરમાં.

 

મુનિ શરભંગાશ્રમ સ્થળે સીતા લક્ષ્મણ સાથ

રામ પધાર્યા તે પછી સકળ જગતના નાથ.

 

રામચંદ્ર મુખપંકજ મુનિવર લોચનભૃંગ,

સાદર પાન કરી રહ્યા, ધન્ય જન્મ શરભંગ.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer