गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अरण्यकांड

   
< BACK

Aranya Kand

NEXT >

Sage leaves his material body

 

(चौपाई)

कह मुनि सुनु रघुबीर कृपाला। संकर मानस राजमराला ॥

जात रहेउँ बिरंचि के धामा। सुनेउँ श्रवन बन ऐहहिं रामा ॥ १ ॥

चितवत पंथ रहेउँ दिन राती। अब प्रभु देखि जुड़ानी छाती ॥

नाथ सकल साधन मैं हीना। कीन्ही कृपा जानि जन दीना ॥ २ ॥

सो कछु देव न मोहि निहोरा। निज पन राखेउ जन मन चोरा ॥

तब लगि रहहु दीन हित लागी। जब लगि मिलौं तुम्हहि तनु त्यागी ॥३॥

जोग जग्य जप तप ब्रत कीन्हा। प्रभु कहँ देइ भगति बर लीन्हा ॥

एहि बिधि सर रचि मुनि सरभंगा। बैठे हृदयँ छाड़ि सब संगा ॥ ४ ॥

(दोहा)  

सीता अनुज समेत प्रभु नील जलद तनु स्याम।

मम हियँ बसहु निरंतर सगुनरुप श्रीराम ॥ ८ ॥

 

શરભંગ મુનિનો યોગાગ્નિ દ્વારા દેહત્યાગ

 

બોલ્યા મુનિ રઘુવીર કૃપાળ શિવમાનસ રાજમરાલ,

રહ્યો બ્રહ્મલોકમાં જઇ ત્યારે માહિતી આપની મળી.

 

કરતો પ્રતિક્ષા ત્યારથી પ્રેમે સ્વપ્ન સિદ્ધ થયું આજ કેમે;

હું તો સકળ સાધનહીન નાથ, કૃપા કીધી જાણી નિજ દાસ.

 

નથી મારા પર એ ઉપકાર, એ તો પણ છે તમારું અપાર;

હવે દીનનું કરવા કલ્યાણ વસો પ્રેમથી મારે સ્થાન.

 

અર્પી યોગ ને જપ તપ યજ્ઞ મુનિએ લીધું ભક્તિકેરું વર,

બેઠા ચિતા પર સંગ છોડી પ્રભુમાં પ્રાણને પ્રેમથી જોડી.

 

 (દોહરો)   

સીતા લક્ષ્મણ સહ પ્રભુ નીલ જલદસમ શ્યામ

વસો નિરંતર અંતરે સગુણરૂપ શ્રીરામ.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer