गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अरण्यकांड

   
< BACK

Aranya Kand

NEXT >

Ram at Sage Agatsya's ashram

 

(चौपाई)

एवमस्तु करि रमानिवासा। हरषि चले कुभंज रिषि पासा ॥

बहुत दिवस गुर दरसन पाएँ। भए मोहि एहिं आश्रम आएँ ॥ १ ॥

अब प्रभु संग जाउँ गुर पाहीं। तुम्ह कहँ नाथ निहोरा नाहीं

देखि कृपानिधि मुनि चतुराई। लिए संग बिहसै द्वौ भाई ॥ २ ॥

पंथ कहत निज भगति अनूपा। मुनि आश्रम पहुँचे सुरभूपा ॥

तुरत सुतीछन गुर पहिं गयऊ। करि दंडवत कहत अस भयऊ ॥ ३ ॥

नाथ कौसलाधीस कुमारा। आए मिलन जगत आधारा ॥

राम अनुज समेत बैदेही। निसि दिनु देव जपत हहु जेही ॥ ४ ॥

सुनत अगस्ति तुरत उठि धाए। हरि बिलोकि लोचन जल छाए ॥

मुनि पद कमल परे द्वौ भाई। रिषि अति प्रीति लिए उर लाई ॥ ५ ॥

सादर कुसल पूछि मुनि ग्यानी। आसन बर बैठारे आनी ॥

पुनि करि बहु प्रकार प्रभु पूजा। मोहि सम भाग्यवंत नहिं दूजा ॥ ६ ॥

जहँ लगि रहे अपर मुनि बृंदा। हरषे सब बिलोकि सुखकंदा ॥ ७ ॥

(दोहा)    

मुनि समूह महँ बैठे सन्मुख सब की ओर।

सरद इंदु तन चितवत मानहुँ निकर चकोर ॥ १२ ॥

  

શ્રીરામ અગત્સ્ય ઋષિના આશ્રમમાં

 

(દોહરો)   

રમાનિવાસે પ્રેમથી તરત તથાસ્તુ કહ્યું,

અગસ્ત્ય ઋષિ પાસે જવા સુખે પ્રયાણ કર્યું.

*

ગુરૂદેવ અગસ્ત્યને મળવા ચાલ્યા સત્સંગ મુનિવર કરવા,

વાટે વર્ણવતાં ભક્તિ અનૂપ આવ્યા આશ્રમે સુરનરભૂપ.

 

ગયા સુતીક્ષ્ણ મુનિ ગુરૂ પાસે, બોલ્યા હૈયાને ભરતાં હાસે,

જેની જપતાં કરો તમે સેવ તે જ આવ્યા છે દેવોના દેવ.

 

નાથ કોશલાધીશ કુમાર આવ્યા રામ જગત આધાર,

સુણી દોડ્યા મહામુનિ પ્રેમે, હૈયું હાથ રહ્યું ના કેમે.

 

નેત્ર પ્રેમના જલથી છવાયાં, બીજ રાગનાં હૃદયે વવાયાં;

નમ્યા ચરણકમળ બંને ભ્રાત, પૂછી મુનિએ કુશળતાની વાત.

 

ભેટી અર્પ્યા સરસ આસન, બોલ્યા ધન્ય કો મારાશો જન;

પામ્યું સુખ ઋષિમુનિનું વૃંદ હરખ્યું અવલોકી આનંદકંદ.

 

(દોહરો)  

મુનિમંડળ અભિમુખ બની શાંત વિરાજ્યા રામ;

શરદચંદ્રને નીરખતું ચકોરગણ અભિરામ.

  

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer