गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अरण्यकांड

   
< BACK

Aranya Kand

NEXT >

Ram's sermon to Laxman

 

(चौपाई)

थोरेहि महँ सब कहउँ बुझाई। सुनहु तात मति मन चित लाई ॥

मैं अरु मोर तोर तैं माया। जेहिं बस कीन्हे जीव निकाया ॥ १ ॥

गो गोचर जहँ लगि मन जाई। सो सब माया जानेहु भाई ॥

तेहि कर भेद सुनहु तुम्ह सोऊ। बिद्या अपर अबिद्या दोऊ ॥ २ ॥

एक दुष्ट अतिसय दुखरूपा। जा बस जीव परा भवकूपा ॥

एक रचइ जग गुन बस जाकें। प्रभु प्रेरित नहिं निज बल ताकें ॥ ३ ॥

ग्यान मान जहँ एकउ नाहीं। देख ब्रह्म समान सब माही ॥

कहिअ तात सो परम बिरागी। तृन सम सिद्धि तीनि गुन त्यागी ॥ ४ ॥

(दोहा)   

माया ईस न आपु कहुँ जान कहिअ सो जीव।

बंध मोच्छ प्रद सर्बपर माया प्रेरक सीव ॥ १५ ॥

  

શ્રીરામ લક્ષ્મણને બોધ આપે છે

 

કહું સંક્ષેપમાં સમજાવી, બોલ્યા રામ સુણો ધ્યાનમાં લાવી;

હું ને મારું તું તારું માયા, એણે વશ કર્યા રઘુરાયા.

 

મન ઇન્દ્રિયો જ્યાં સુધી જાય, જાય માયાતણી ત્યાં છાંય;

એના વિદ્યા અવિદ્યા ભેદ, બંને જાણ્યે મળે નિર્વેદ.

 

દુષ્ટ એક અતિદુઃખરૂપ પડ્યો જીવ જેથી ભવકૂપ,

ગુણવાળી રચે જગને જે પ્રભુપ્રેરિત બળહીન છે તે.

 

જેમાં માનાદિ દોષ ન કોઇ, રહે બ્રહ્મ ચરાચર જોઇ,

તેને જ્ઞાન નકામું ગણ્યું વિદ્વાને, કોઇ વિરલા જનો એને માણે.

 

સિદ્ધિ ત્રિગુણને તૃણસમ ત્યાગે જીવે રાગી પ્રભુના જ વૈરાગે;

માયા ઇશ પોતાને ન જાણે તેને જીવ વિદ્વાનો માને.

 

(દોહરો)   

બંધ મોક્ષપ્રદ સર્વ પર માયાપ્રેરક જે

પૂર્ણ મુક્ત અજ અમર એ શિવ ઇશ કહ્યા છે.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer