गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अरण्यकांड

   
< BACK

Aranya Kand

NEXT >

Ram at war with Khar-Dushana

 

(चौपाई)

प्रभु बिलोकि सर सकहिं न डारी। थकित भई रजनीचर धारी ॥

सचिव बोलि बोले खर दूषन। यह कोउ नृपबालक नर भूषन ॥ १ ॥

नाग असुर सुर नर मुनि जेते। देखे जिते हते हम केते ॥

हम भरि जन्म सुनहु सब भाई। देखी नहिं असि सुंदरताई ॥ २ ॥

जद्यपि भगिनी कीन्ह कुरूपा। बध लायक नहिं पुरुष अनूपा ॥

देहु तुरत निज नारि दुराई। जीअत भवन जाहु द्वौ भाई ॥ ३ ॥

मोर कहा तुम्ह ताहि सुनावहु। तासु बचन सुनि आतुर आवहु ॥

दूतन्ह कहा राम सन जाई। सुनत राम बोले मुसकाई ॥ ४ ॥

हम छत्री मृगया बन करहीं। तुम्ह से खल मृग खौजत फिरहीं ॥

रिपु बलवंत देखि नहिं डरहीं। एक बार कालहु सन लरहीं ॥ ५ ॥

जद्यपि मनुज दनुज कुल घालक। मुनि पालक खल सालक बालक ॥

जौं न होइ बल घर फिरि जाहू। समर बिमुख मैं हतउँ न काहू ॥ ६ ॥

रन चढ़ि करिअ कपट चतुराई। रिपु पर कृपा परम कदराई ॥

दूतन्ह जाइ तुरत सब कहेऊ। सुनि खर दूषन उर अति दहेऊ ॥ ७ ॥

(छंद)

उर दहेउ कहेउ कि धरहु धाए बिकट भट रजनीचरा।

सर चाप तोमर सक्ति सूल कृपान परिघ परसु धरा ॥

प्रभु कीन्ह धनुष टकोर प्रथम कठोर घोर भयावहा।

भए बधिर ब्याकुल जातुधान न ग्यान तेहि अवसर रहा

(दोहा)

सावधान होइ धाए जानि सबल आराति।

लागे बरषन राम पर अस्त्र सस्त्र बहु भाँति १९(क) ॥

तिन्ह के आयुध तिल सम करि काटे रघुबीर।

तानि सरासन श्रवन लगि पुनि छाँड़े निज तीर ॥ १९(ख) ॥

  

ખર-દૂષણ સાથે રામનું ભયંકર યુદ્ધ

 

(દોહરો)  

બાણ શક્યાં ના રામ પર છોડી રાક્ષસ ઘોર;

ખરદૂષણ બોલ્યાં ખરે કુમાર આ છે ઓર.

 

માનવમાં ભૂષણસમા સુંદર રાજકુમાર,

નાગ સુરાસુર મનુજ નર જોયા અમે અપાર.

 

જીત્યા અનેકને હણ્યા જીવનભર પણ આ

સુંદરતા જોઇ નથી ક્યાંયે ત્રિભુવનમાં.

કરી ભગિનીને એણે કુરૂપ તોય વધ યોગ્ય છે ના અનૂપ

આપી તરત છુપાવેલી નારી જાય શાંતિથકી ઘેર ન્યારી.

 

સુણી દૂત દ્વારા સંદેશ બોલ્યા સ્મિત કરતાં અખિલેશ,

અમે ક્ષત્રિય કરતાં શિકાર, પશુને શોધી રહ્યા હરકાળ.

 

બલી રિપુથી ના લેશ ડરીએ, કાળ આવે છતાંયે લડીએ;

અમે મનુજ દનુજ દમનારા, વનમાં રક્ષા મુનિની કરનારા.

 

અમે બાળક નાશક ખલના, જાવ પાછા જો બાહુમાં બળ ના;

અમે યુદ્ધવિમુખને કદીયે નવ શરણાગતોને હણીએ.

 

(દોહરો)   

સમરે છલન શત્રુ પર કરવી કૃપા વળી

કાયરતા એને કહી નિર્બળતા સઘળી.

 

ખરદૂષણનું હૃદય એ શબ્દે જલી રહ્યું,

પકડો કેદ કરો હવે ઉભયે એમ કહ્યું.

 

(છંદ)   

શરચાપ તોમર સાંગ બરછી પરશુ પરિઘ કૃપાણની

સાથે ભયંકર વીર અસુરો દોડતાં રણમાં ગયા;

રામે કર્યો ટંકાર ધનુનો ભયાનક સૌથી પ્રથમ,

સૌ બધિર વ્યાકુળ રાક્ષસો એથી અચેતસમા થયા.

 

(દોહરો)  

સશક્ત રિપુને સમજતાં સાવધ બન્યા સર્વ

શસ્ત્રાસ્ત્રો વરસાવવા માંડ્યા માની પર્વ.

 

કાપી નાખ્યા આયુધો તલસમાન જાણી

રામે શર છોડ્યાં ધનુષ કર્ણ સુધી તાણી.

  

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer