गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अरण्यकांड

   
< BACK

Aranya Kand

NEXT >

Shuparnakha narrates about Ram to Ravana

 

(चौपाई)

सुनत सभासद उठे अकुलाई। समुझाई गहि बाहँ उठाई ॥

कह लंकेस कहसि निज बाता। केँइँ तव नासा कान निपाता ॥ १ ॥

अवध नृपति दसरथ के जाए। पुरुष सिंघ बन खेलन आए ॥

समुझि परी मोहि उन्ह कै करनी। रहित निसाचर करिहहिं धरनी ॥ २ ॥

जिन्ह कर भुजबल पाइ दसानन। अभय भए बिचरत मुनि कानन ॥

देखत बालक काल समाना। परम धीर धन्वी गुन नाना ॥ ३ ॥

अतुलित बल प्रताप द्वौ भ्राता। खल बध रत सुर मुनि सुखदाता ॥

सोभाधाम राम अस नामा। तिन्ह के संग नारि एक स्यामा ॥ ४ ॥

रुप रासि बिधि नारि सँवारी। रति सत कोटि तासु बलिहारी ॥

तासु अनुज काटे श्रुति नासा। सुनि तव भगिनि करहिं परिहासा ॥ ५ ॥

खर दूषन सुनि लगे पुकारा। छन महुँ सकल कटक उन्ह मारा ॥

खर दूषन तिसिरा कर घाता। सुनि दससीस जरे सब गाता ॥ ६ ॥

(दोहा)    

सुपनखहि समुझाइ करि बल बोलेसि बहु भाँति।

गयउ भवन अति सोचबस नीद परइ नहिं राति ॥ २२ ॥

  

શૂપર્ણખા રાવણને રામ-લક્ષ્મણની વાત કરે છે

 

(દોહરો)    

સભાજનો અકળાઇ ઉઠ્યા સમજાવી એને

શાંત પાડવા લાગ્યા સઘળા નેહ ભરી નેને.

 

કોણે કાપ્યા કાન નાકને કહે કથા મુજને,

જીવું છું ત્યાં સુધી કષ્ટ દે કોણ લેશ તુજને?

 

લંકાપતિના સુણી શબ્દને શૂર્પણખા બોલી;

અનુકૂળ થયો રાવણ એથી દિલડું રહ્યું ડોલી.

અવધ નૃપતિ દશરથના જાયા મૃગયા માટે અરણ્ય આવ્યા;

પુરૂષસિંહની એવી કરણી નિશાચર રહિત કરશે ધરણી.

 

જેના ભૂજબળથકી દશાનન, નિર્ભય વિચરે ઋષિમુનિ કાનન

શિશુસમ પણ એ કાળ સમાન પરમધીર ધન્વી ગુણવાન.

 

અતુલિત બળપ્રતાપ બે ભાઇ ખલવધરત સુરમુનિ સુખદાયી;

શોભાધામ રામ છે નામ, સંગ સુંદરી યુવતી શ્યામ.

 

રૂપરાશિ વિધિ નારી બતાવી, રતિ શતકોટિ જાય સૌ વારી;

રામાનુજે કરી ઉપહાસ કાપ્યાં નાક કાન મુજ ખાસ.

 

ભગિની તુજ મુજને જાણી કહી વ્યંગમય કટુ વાણી;

ખરદૂષણ મદદે આવ્યા સૈન્ય સહિત પણ ના ફાવ્યા.

 

ખરદૂષણ ત્રિશિરાનો નાશ સુણી થયો લંકેશ હતાશ;

અંગ બધાં બળવા લાગ્યાં, પાવક ક્રોધતણા જાગ્યા.

 

(દોહરો)    

ભગિનીને સમજાવતાં બળનાં કર્યાં વખાણ,

ચિંતાતુર હર્મ્યે ગયો ઊંઘી શક્યો ન પ્રાણ.

  

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer