गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अरण्यकांड

   
< BACK

Aranya Kand

NEXT >

Maricha asks reason for Ravan's arrival

 

(चौपाई)

सुनहु प्रिया ब्रत रुचिर सुसीला। मैं कछु करबि ललित नरलीला ॥

तुम्ह पावक महुँ करहु निवासा। जौ लगि करौं निसाचर नासा ॥ १ ॥

जबहिं राम सब कहा बखानी। प्रभु पद धरि हियँ अनल समानी ॥

निज प्रतिबिंब राखि तहँ सीता। तैसइ सील रुप सुबिनीता ॥ २ ॥

लछिमनहूँ यह मरमु न जाना। जो कछु चरित रचा भगवाना ॥

दसमुख गयउ जहाँ मारीचा। नाइ माथ स्वारथ रत नीचा ॥ ३ ॥

नवनि नीच कै अति दुखदाई। जिमि अंकुस धनु उरग बिलाई ॥

भयदायक खल कै प्रिय बानी। जिमि अकाल के कुसुम भवानी ॥ ४ ॥

(दोहा)   

करि पूजा मारीच तब सादर पूछी बात।

कवन हेतु मन ब्यग्र अति अकसर आयहु तात ॥ २४ ॥

  

મારીચ રાવણના આગમનનું રહસ્ય પુછે છે

 

પ્રિયા રુચિરવ્રત ધર્મસુશીલા, કરું મનોહર માનવલીલા;

કરું નિશાચરનો હું નાશ કર ત્યાં સુધી અનલમાં વાસ.

 

રામે વાર્તા કહી વખાણી; પ્રભુપદ પુનિત હૃદયમાં ધારી

સમાઇ ગઇ અગ્નિમહીં, ખબર અન્યને પડી નહીં.

 

રાખ્યું સીતાએ પ્રતિબિંબ પોતાના સરખું સુવિનીત,

શીલ સ્વભાવ રૂપ નિજ જેમ, વસી રહી પોતે હો તેમ.

*

દસમુખ મળ્યો તરત મારીચ, નમ્યો સ્વાર્થરત સકામ નીચ;

નમન નીચનું દુઃખદ ઠરે, અંકુશ ધનુ જ્યમ સર્પ ખરે.

 

નમે વળી માંજારી તોય વિશ્વાસ કદી કરે ન કોય.

ભયકારક ખલની પ્રિય વાણી હેમપાત્રમાં જ્યમ વિષપાણી.

 

(દોહરો)   

મારીચે પૂજા કરી સાદર પૂછી વાત,

આવ્યા એકલ કેમ ને વ્યગ્ર કેમ છો તાત?

  

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer