गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अरण्यकांड

   
< BACK

Aranya Kand

NEXT >

Shabari guides Ram To Lake Pampa

 

(चौपाई)

मंत्र जाप मम दृढ़ बिस्वासा। पंचम भजन सो बेद प्रकासा ॥

छठ दम सील बिरति बहु करमा। निरत निरंतर सज्जन धरमा ॥ १ ॥

सातवँ सम मोहि मय जग देखा। मोतें संत अधिक करि लेखा ॥

आठवँ जथालाभ संतोषा। सपनेहुँ नहिं देखइ परदोषा ॥ २ ॥

नवम सरल सब सन छलहीना। मम भरोस हियँ हरष न दीना ॥

नव महुँ एकउ जिन्ह के होई। नारि पुरुष सचराचर कोई ॥ ३ ॥

सोइ अतिसय प्रिय भामिनि मोरे। सकल प्रकार भगति दृढ़ तोरें ॥

जोगि बृंद दुरलभ गति जोई। तो कहुँ आजु सुलभ भइ सोई ॥ ४ ॥

मम दरसन फल परम अनूपा। जीव पाव निज सहज सरूपा ॥

जनकसुता कइ सुधि भामिनी। जानहि कहु करिबरगामिनी ॥ ५ ॥

पंपा सरहि जाहु रघुराई। तहँ होइहि सुग्रीव मिताई ॥

सो सब कहिहि देव रघुबीरा। जानतहूँ पूछहु मतिधीरा ॥ ६ ॥

बार बार प्रभु पद सिरु नाई। प्रेम सहित सब कथा सुनाई ॥ ७ ॥

(छंद)

कहि कथा सकल बिलोकि हरि मुख हृदयँ पद पंकज धरे।

तजि जोग पावक देह हरि पद लीन भइ जहँ नहिं फिरे ॥

नर बिबिध कर्म अधर्म बहु मत सोकप्रद सब त्यागहू।

बिस्वास करि कह दास तुलसी राम पद अनुरागहू ॥

(दोहा)   

जाति हीन अघ जन्म महि मुक्त कीन्हि असि नारि।

महामंद मन सुख चहसि ऐसे प्रभुहि बिसारि ॥ ३६ ॥

  

શબરી રામને પંપા સરોવર જવાનું કહે છે

 

મંત્રજાપ મમ દ્રઢ વિશ્વાસ પંચમ ભક્તિ છે વેદપ્રકાશ;

છઠ્ઠી શીલ વિરતિ દમકર્મ નિરત નિરંતર સજ્જનધર્મ.

 

મુજમય જુએ જગતને આ, મુજથી અધિક અંતગણના;

પ્રતિ અવસ્થામાં સંતોષ, સ્વપ્ને ના દેખે પરદોષ.

 

નવમી ભક્તિ સરળ છળહીન, મુજ ભરોસો ઉર હર્ષ ન દીન;

નવમાં ભલે એક જ હોય ચરાચર સ્ત્રીપુરૂષમાં કોય.

 

અતિપ્રિય ભામિની મુજને તે, તુજમાં ભક્તિ બધી દ્રઢ છે;

યોગીજનને દુર્લભ જે સુલભ થઇ ગતિ તુજને એ.

 

મમ દર્શનફળ પરમ અનૂપ જીવ પામતો સહજ સ્વરૂપ.

 

(દોહરો)   

પામી શબરી હર્ષ ત્યાં બોલ્યા રસમય રામ,

જનકસુતાની માહિતી છે તુજને નિષ્કામ ?

 

કરિવરગામિની ભામિની, સીતા વિના મને,

સુખ દીસે ના વનમહીં, સત્ય કહું છું તને.

 

શબરી બોલી પ્રેમથી પંપાસર જાઓ,

સુગ્રીવ ત્યાં મળશે પછી મિત્ર ઉભય થાઓ.

 

કથા કહેશે સર્વ તે ધીરબુદ્ધિ રઘુવીર,

જાણો પૂછો તે છતાં બનતાં આર્ત અધીર.

 

પ્રભુચરણે વંદી કહી કથા સર્વ એણે,

શ્રદ્ધા સુખને ભક્તિની જ્યોત જલી નેને.

 

(છંદ) 

નીરખી વદન હરિનું હૃદયમાં પુનિત પદપંકજ ધરી

યોગાગ્નિથી તનને તજી પ્રભુપદ વિલીન પછી બની;

નર, વિવિધ કર્મ અધર્મ બહુમત શોકપ્રદ સૌ છોડતાં

વિશ્વાસ કર ચરણાનુરાગે રામના મન જોડતાં.

 

(દોહરો)  

હીનજાતિ અઘથી ભર્યા જનને મુક્ત કરે,

મંદબુદ્ધિ મન, ભૂલતાં પ્રભુને કેમ ફરે ?

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer