गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अरण्यकांड

   
< BACK

Aranya Kand

NEXT >

Beauty of forest in the spring

 

(चौपाई)

चले राम त्यागा बन सोऊ। अतुलित बल नर केहरि दोऊ ॥

बिरही इव प्रभु करत बिषादा। कहत कथा अनेक संबादा १ ॥

लछिमन देखु बिपिन कइ सोभा। देखत केहि कर मन नहिं छोभा ॥

नारि सहित सब खग मृग बृंदा। मानहुँ मोरि करत हहिं निंदा ॥ २ ॥

हमहि देखि मृग निकर पराहीं। मृगीं कहहिं तुम्ह कहँ भय नाहीं ॥

तुम्ह आनंद करहु मृग जाए। कंचन मृग खोजन ए आए ॥ ३ ॥

संग लाइ करिनीं करि लेहीं। मानहुँ मोहि सिखावनु देहीं ॥

सास्त्र सुचिंतित पुनि पुनि देखिअ। भूप सुसेवित बस नहिं लेखिअ ॥ ४ ॥

राखिअ नारि जदपि उर माहीं। जुबती सास्त्र नृपति बस नाहीं ॥

देखहु तात बसंत सुहावा। प्रिया हीन मोहि भय उपजावा ॥ ५ ॥

(दोहा)  

बिरह बिकल बलहीन मोहि जानेसि निपट अकेल।

सहित बिपिन मधुकर खग मदन कीन्ह बगमेल ॥ ३७(क) ॥

देखि गयउ भ्राता सहित तासु दूत सुनि बात।

डेरा कीन्हेउ मनहुँ तब कटकु हटकि मनजात ॥ ३७(ख) ॥

  

વનમાં વસંત ઋતુ

 

વનને છોડી ચાલ્યા રામ અતુલિત બળ અનુપમ નિષ્કામ;

કરતા વિરહી સમાન વિષાદ, કથતા કથા સરસ સંવાદ.

 

લક્ષ્મણ, વનની શોભા જો, ક્ષોભ ન પામે જોઇ કો;

નારી સહિત વિહગમૃગવૃંદ ઉપહાસ કરે મારો ગૂઢ.

 

મૃગમંડળ નિરખી નાસે મૃગલી કહે તદા હાસે,

નિર્ભય તમે ફરો સાનંદ, આ તો પૂર્ણ પુરૂષ ભગવંત.

 

સુવર્ણમૃગ માટે આવ્યા, તમે સત્યમૃગના જાયા.

હસ્તિ હસ્તિની સાથ ફરે, સર્વ શિખામણ મને ધરે;

 

શાસ્ત્ર સુચિંતિત જોવું ફરી; ભૂપ-સુસેવિત થકી ડરી

રહેવું; વશ ના થાય કદી, બને કૃપાળુ કઠોર ઘડી.

 

રાખી હોય હૃદયમાં સ્ત્રી તોપણ શાસ્ત્ર નૃપતિ યુવતી

વશ કોઇને રહે નહીં, લહર ને ઝરણ જાય વહી.

 

(દોહરો)   

સુંદર વસંત આ મને પ્રિયાહીન જાણી

ભયભીત કરે; વિરહથી વ્યાકુળ ને માની,

 

નિર્બળ એકલ સમજતાં મધુકર વિપિન વિહંગ

સાથે જો હુમલા કરે મુજ પર આજ અનંગ.

 

કિન્તુ ભ્રાત છે સાથ એ સુણી દૂતની વાત

સેનાને રોકી કરે પડાવ એ મનજાત.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer