गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Dasharath notices white hair

 

(चौपाई)

एक समय सब सहित समाजा। राजसभाँ रघुराजु बिराजा ॥

सकल सुकृत मूरति नरनाहू। राम सुजसु सुनि अतिहि उछाहू ॥ १ ॥

नृप सब रहहिं कृपा अभिलाषें। लोकप करहिं प्रीति रुख राखें ॥

तिभुवन तीनि काल जग माहीं। भूरि भाग दसरथ सम नाहीं ॥ २ ॥

मंगलमूल रामु सुत जासू। जो कछु कहिज थोर सबु तासू ॥

रायँ सुभायँ मुकुरु कर लीन्हा। बदनु बिलोकि मुकुट सम कीन्हा ॥ ३ ॥

श्रवन समीप भए सित केसा। मनहुँ जरठपनु अस उपदेसा ॥

नृप जुबराज राम कहुँ देहू। जीवन जनम लाहु किन लेहू ॥ ४ ॥

(दोहा)  

यह बिचारु उर आनि नृप सुदिनु सुअवसरु पाइ।

प्रेम पुलकि तन मुदित मन गुरहि सुनायउ जाइ ॥ २ ॥

 

રાજા દશરથ શ્વેત વાળનું દર્શન કરે છે

 

એક દિવસ દશરથ મહારાજ રાજસભામાં સહિત સમાજ

હતા વિરાજ્યા મંગલમૂળ સુકૃતમૂર્તિ સાક્ષાત અમૂલ.

 

નૃપ રહેતા અનુગ્રહ અભિલાષી, લોકપાલ પણ મૈત્રી રાખી;

ત્રિભુવનમાં ત્રણ કાળમહીં ભાગ્યવાન વધુ અન્ય નહીં.

 

મંગલમૂળ રામ સુત જેના વખાણ કેમ કરાયે તેનાં;

હાથમાં લઈ ભૂપ મુકુર કરવા લાગ્યા ઠીક મુકુટ.

 

શ્વેત શ્રવણ પાસેના કેશ દઈ રહ્યા ઘડપણ સંદેશ,

કહી રહ્યા કરવા યુવરાજ સજાવતાં રઘુવરને સાજ.

 

(દોહરો)   

ઉત્તમ જીવનલાભને સહજરૂપે લેવા

સંકલ્પ કર્યો દશરથે ઉદાત્ત પદ દેવા.

 

શુભ દિવસે શુભ અવસરે વસિષ્ઠ પાસ જઇ

રાજાએ સંકલ્પની કથા સમસ્ત કહી.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer