गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Vasistha endorses Dasharatha's proposal

 

(चौपाई)

सब बिधि गुरु प्रसन्न जियँ जानी। बोलेउ राउ रहँसि मृदु बानी ॥

नाथ रामु करिअहिं जुबराजू। कहिअ कृपा करि करिअ समाजू ॥ १ ॥

मोहि अछत यहु होइ उछाहू। लहहिं लोग सब लोचन लाहू ॥

प्रभु प्रसाद सिव सबइ निबाहीं। यह लालसा एक मन माहीं ॥ २ ॥

पुनि न सोच तनु रहउ कि जाऊ। जेहिं न होइ पाछें पछिताऊ ॥

सुनि मुनि दसरथ बचन सुहाए। मंगल मोद मूल मन भाए ॥ ३ ॥

सुनु नृप जासु बिमुख पछिताहीं। जासु भजन बिनु जरनि न जाहीं ॥

भयउ तुम्हार तनय सोइ स्वामी। रामु पुनीत प्रेम अनुगामी ॥ ४ ॥

(दोहा)     

बेगि बिलंबु न करिअ नृप साजिअ सबुइ समाजु।

सुदिन सुमंगलु तबहिं जब रामु होहिं जुबराजु ॥ ४ ॥

 

વશિષ્ઠ દશરથના વિચારને સંમત્તિ આપે છે

 

ગુરુને જાણી પૂર્ણ પ્રસન્ન બોલ્યા હર્ષિત ભૂપ વચન,

યુવરાજ ચહું કરવા રામ, કહો ઉચિત કરવાને કામ.

 

મુજ સંનિધિમાં ઉત્સવ થાય, દર્શક ધન્ય બની સૌ જાય;

ઇચ્છા અન્ય થઇ સંપૂર્ણ, પ્રભુપ્રસાદ ના રહે અપૂર્ણ.

 

પછી શરીર રહે કે જાય હર્ષશોક ના એનો થાય;

સતાવે નહીં પશ્ચાતાપ; આપો આદેશ મને આપ.

 

મુદિત મને મુનિરાજ વદ્યા, રામ તમારા પુત્ર બન્યા,

સામાન્ય નથી માનવ તે, સ્વામી ચરાચરતણા છે.

 

વિમુખ જીવ જેથી પસ્તાય, ભજન વિના સંતાપ ન જાય,

પુનિત પ્રેમના અનુગામી તમે તે રહ્યા પ્રભુ પામી.

 

(દોહરો)    

ઘટે વિલંબ નહીં હવે પૂર્ણ કરી દો કાજ,

તે જ સુદિન મંગલ બને જ્યારે એ યુવરાજ.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer