गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Word spread about Ram's coronation

 

(चौपाई)

जो मुनीस जेहि आयसु दीन्हा। सो तेहिं काजु प्रथम जनु कीन्हा ॥

बिप्र साधु सुर पूजत राजा। करत राम हित मंगल काजा ॥ १ ॥

सुनत राम अभिषेक सुहावा। बाज गहागह अवध बधावा ॥

राम सीय तन सगुन जनाए। फरकहिं मंगल अंग सुहाए ॥ २ ॥

पुलकि सप्रेम परसपर कहहीं। भरत आगमनु सूचक अहहीं ॥

भए बहुत दिन अति अवसेरी। सगुन प्रतीति भेंट प्रिय केरी ॥ ३ ॥

भरत सरिस प्रिय को जग माहीं। इहइ सगुन फलु दूसर नाहीं

रामहि बंधु सोच दिन राती। अंडन्हि कमठ ह्रदउ जेहि भाँती ॥ ४ ॥

(दोहा)    

एहि अवसर मंगलु परम सुनि रहँसेउ रनिवासु।

सोभत लखि बिधु बढ़त जनु बारिधि बीचि बिलासु ॥ ७ ॥

 

રાજ્યાભિષેકની વાત અયોધ્યામાં પ્રસરી

 

(દોહરો)    

જેને સોંપ્યું કામ જે, રામચરણમાં રાગ

રાખી તેણે તે કર્યું બનતા રહી સજાગ.

 

સુણી રામનો રાજ્યાભિષેક વાદ્ય વાગવા લાગ્યા અનેક;

રામસીતાનાં મંગલ અંગ ફરકયાં સૂચવી શુકન અનંત.

 

બોલ્યાં બંને રોમાંચિત પ્રેમે, માનો કે માનો ના પણ કેમે

થશે ભરતનું શુભ આગમન, પ્રેરે વિશ્વાસ એવો શુકન.

 

કોણ ભરતસમું પ્રિય જગમાં, પ્રેમ વહેતો એની પણ રગમાં;

 

રહે કૂર્મને અંડવિચાર તેમ ભાવ ભરીને અપાર

કરે રામ ભરતને યાદ માણે સ્નેહકેરો મધુસ્વાદ.

 

(દોહરો)    

સમાચાર મંગલ સુણી હરખ્યો રાણીવાસ,

જેમ ચંદ્રવૃદ્ધિથકી સાગર વીચિવિલાસ.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer