गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Deities pray to Saraswati

 

(चौपाई)

बाजहिं बाजने बिबिध बिधाना। पुर प्रमोदु नहिं जाइ बखाना ॥

भरत आगमनु सकल मनावहिं। आवहुँ बेगि नयन फलु पावहिं ॥ १ ॥

हाट बाट घर गलीं अथाई। कहहिं परसपर लोग लोगाई ॥

कालि लगन भलि केतिक बारा। पूजिहि बिधि अभिलाषु हमारा ॥ २ ॥

कनक सिंघासन सीय समेता। बैठहिं रामु होइ चित चेता ॥

सकल कहहिं कब होइहि काली। बिघन मनावहिं देव कुचाली ॥ ३ ॥

तिन्हहि सोहाइ न अवध बधावा। चोरहि चंदिनि राति न भावा ॥

सारद बोलि बिनय सुर करहीं। बारहिं बार पाय लै परहीं ॥ ४ ॥

(दोहा)    

बिपति हमारि बिलोकि बड़ि मातु करिअ सोइ आजु।

रामु जाहिं बन राजु तजि होइ सकल सुरकाजु ॥ ११ ॥

 

દેવતાઓ સરસ્વતીને વિનતિ કરે છે

 

(દોહરો)   

પ્રેમાનંદે મગ્નશા આવ્યા ત્યાં લક્ષ્મણ;

રઘુકુળકમળ શશીસમા રામે કહ્યાં વચન.

વાગ્યાં વાજાં વિવિધ પ્રકાર, રહ્યો આનંદનો નવ પાર;

થયું ભરતતણું આગમન, કહ્યાં જનતાએ સ્નેહવચન.

 

હાટ-ઘાટ-વાટ-ગૃહે સઘળે થઇ વાત રહી આખા નગરે,

કાલે મંગલ મુહૂર્ત કયારે થશે ઉત્સવ અમૂલખ જ્યારે.

 

રામ રાજે સીતાની સાથ જોઇ હૈયું રહેશે ના હાથ;

હશે સ્વર્ણસિંહાસન કેવું ભાગ્યવંત સુદુર્લભ જેવું.

 

ઇચ્છે ચોર ના ચાંદની રાત, ગમી દેવોને તેમ ના વાત,

તેથી શારદાને બોલાવી બોલ્યા ઉદ્વેગવાળી વાણી.

 

(દોહરો)    

વિપત્તિ અમ દેખી કરો માતા, એવું આજ

રામ જાય વનમાં બને સિદ્ધ સકળ સુરકાજ.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer