गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Change of Manthara's mind

 

(चौपाई)

दीख मंथरा नगरु बनावा। मंजुल मंगल बाज बधावा ॥

पूछेसि लोगन्ह काह उछाहू। राम तिलकु सुनि भा उर दाहू ॥ १ ॥

करइ बिचारु कुबुद्धि कुजाती। होइ अकाजु कवनि बिधि राती ॥

देखि लागि मधु कुटिल किराती। जिमि गवँ तकइ लेउँ केहि भाँती ॥ २ ॥

भरत मातु पहिं गइ बिलखानी। का अनमनि हसि कह हँसि रानी ॥

ऊतरु देइ न लेइ उसासू। नारि चरित करि ढारइ आँसू ॥ ३ ॥

हँसि कह रानि गालु बड़ तोरें। दीन्ह लखन सिख अस मन मोरें ॥

तबहुँ न बोल चेरि बड़ि पापिनि। छाड़इ स्वास कारि जनु साँपिनि ॥ ४ ॥

(दोहा)    

सभय रानि कह कहसि किन कुसल रामु महिपालु।

लखनु भरतु रिपुदमनु सुनि भा कुबरी उर सालु ॥ १३ ॥

 

સરસ્વતી અયોધ્યામાં આવી મંથરાની બુદ્ધિ બગાડે છે

 

(દોહરો)  

નગરતણો શણગાર ને મંગલ વાદ્યવધાવ

જોઇ બોલી મંથરા શાનો આ છે ભાવ?

 

રામતિલકની સાંભળી વાત જલી મનમાં,

દુર્બુદ્ધિ દાસીતણું મન બગડયું ક્ષણમાં.

 

રાતોરાત બગાડવા કામ વિચાર કર્યો,

ભીલડી-મને મધપુડો લેવા લોભ થયો.

 

કૈકેયી પાસે ગઇ ઉદાસ બનતાં તે,

દીર્ઘ શ્વાસ લેતી રહી સારી અશ્રુને.

 

કારણ પૂછયું તે છતાં ઉત્તર આપ્યો ના,

કૈકેયી ત્યારે વદી અચરજથી હસતાં.

 

બોલકણી છે એટલે કર્યો લક્ષ્મણે દંડ ?

તોપણ દાસી મંથરા રડતી રહી અખંડ.

 

કાળી નાગણ જેમ એ છોડી શ્વાસ રહી,

ત્યારે રાણીએ કહ્યું બોલે કેમ નહીં ?

 

રાજા લક્ષ્મણ રામ ને શત્રુઘ્ન ભરત તેમ

કુશળ સર્વ છે કે નહીં, પીડા પામી કેમ?

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer