गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Manthara advise Kaikeyi to ask for boons

 

(चौपाई)

कुबरीं करि कबुली कैकेई। कपट छुरी उर पाहन टेई ॥

लखइ न रानि निकट दुखु कैंसे। चरइ हरित तिन बलिपसु जैसें ॥ १ ॥

सुनत बात मृदु अंत कठोरी। देति मनहुँ मधु माहुर घोरी ॥

कहइ चेरि सुधि अहइ कि नाही। स्वामिनि कहिहु कथा मोहि पाहीं ॥ २ ॥

दुइ बरदान भूप सन थाती। मागहु आजु जुड़ावहु छाती ॥

सुतहि राजु रामहि बनवासू। देहु लेहु सब सवति हुलासु ॥ ३ ॥

भूपति राम सपथ जब करई। तब मागेहु जेहिं बचनु न टरई ॥

होइ अकाजु आजु निसि बीतें। बचनु मोर प्रिय मानेहु जी तें ॥ ४ ॥

(दोहा)  

बड़ कुघातु करि पातकिनि कहेसि कोपगृहँ जाहु।

काजु सँवारेहु सजग सबु सहसा जनि पतिआहु ॥ २२ ॥

 

મંથરા કૈકેયીને વરદાન માંગવા જણાવે છે

 

બલિદાનની બકરી બનાવી, યુક્તિ રાણીને સઘળી જણાવી;

છળરૂપી છરી ઘસી દ્વેષે ઉર-પથ્થર પર સવિશેષે.

 

બલિદાન-પશુ ચરે ઘાસ રાખે મૃત્યુનો ભય ના ખાસ,

જાણી શકી કૈકેયી ના તેમ સમીપસ્થ સંકટ ગણી ક્ષેમ.

 

વાતો સુણતાં કોમળ લાગી, હતી અંતે કઠોર અભાગી;

પાયું સોમલ મધમાં ઘોળી, આપી દાસીએ ઘેનની ગોળી.

 

કહી વાત તમે મને ત્યારે ગૂઢ રહસ્ય ખોલેલું જ્યારે,

બોલી મંથરા થાપણશાં એ માગો વરદાન બંને પ્યારે.

 

માગી વરદાનમાં રાજા પાસે રાજ્ય પુત્ર ભરતને કાજે;

માગો રામ માટે વનવાસ, હરો કૌશલ્યાકેરો ઉલ્લાસ.

 

રાજા રામના શપથ લે જ્યારે વર માગજો અફર ત્યારે;

વીતી જશે જો આજની રાત જશે હાથથી તો બધી વાત.

 

(દોહરો)     

કહ્યું પાપિણીએ પછી કરી કુઠારાઘાત

પ્રાણથીય પ્રિય સમજજો મારી સઘળી વાત.

 

કોપગૃહે જાઓ કરો સજગ રહીને કામ,

રાજાનો વિશ્વાસ ના કરશો કળે તમામ.

 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer