गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Dasharath agrees to Bharat's coronation

 

(चौपाई)

आगें दीखि जरत रिस भारी। मनहुँ रोष तरवारि उघारी ॥

मूठि कुबुद्धि धार निठुराई। धरी कूबरीं सान बनाई ॥ १ ॥

लखी महीप कराल कठोरा। सत्य कि जीवनु लेइहि मोरा ॥

बोले राउ कठिन करि छाती। बानी सबिनय तासु सोहाती ॥ २ ॥

प्रिया बचन कस कहसि कुभाँती। भीर प्रतीति प्रीति करि हाँती ॥

मोरें भरतु रामु दुइ आँखी। सत्य कहउँ करि संकरू साखी ॥ ३ ॥

अवसि दूतु मैं पठइब प्राता। ऐहहिं बेगि सुनत दोउ भ्राता ॥

सुदिन सोधि सबु साजु सजाई। देउँ भरत कहुँ राजु बजाई ॥ ४ ॥

(दोहा)   

लोभु न रामहि राजु कर बहुत भरत पर प्रीति।

मैं बड़ छोट बिचारि जियँ करत रहेउँ नृपनीति ॥ ३१ ॥

 

દશરથ ભરતના રાજ્યાભિષેક માટે સંમત

 

અતિક્રોધિત કૈકેયી કેવી ક્રોધથકી ભરી કૃપાણ જેવી;

મૂઠ કુબુદ્ધિ દુષ્ટતા ધાર, ચઢી મંથરારુપી સરાણ.

 

નૃપને થયું કઠોર કૃપાણ લેશે હરી ખરેખર પ્રાણ;

કઠિન કરી ઉરને એથી બોલ્યા નૃપ વચન વિવેકી.

 

પ્રિયા, કુવચન કહે કાં આમ હણી પ્રેમવિશ્વાસ તમામ,

ભરત-રામ બે મારે આંખ સત્ય કહું શંકરની શાખ.

 

દૂત મોકલું કાલ સવાર બંનેને માટે તત્કાળ;

શોધી સુદિન સજીને સાજ અર્પણ કરું ભરતને રાજ.

 

(દોહરો)  

રાજ્યલોભ ના રામને ખૂબ ભરત પર પ્રીતિ,

હું લઘુ-જ્યેષ્ઠ વિચારતાં કરી રહ્યો નૃપનીતિ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer