गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Kaikeyi happy at Ram's acceptance

 

(चौपाई)

रहसी रानि राम रुख पाई। बोली कपट सनेहु जनाई ॥

सपथ तुम्हार भरत कै आना। हेतु न दूसर मै कछु जाना ॥ १ ॥

तुम्ह अपराध जोगु नहिं ताता। जननी जनक बंधु सुखदाता ॥

राम सत्य सबु जो कछु कहहू। तुम्ह पितु मातु बचन रत अहहू ॥ २ ॥

पितहि बुझाइ कहहु बलि सोई। चौथेंपन जेहिं अजसु न होई ॥

तुम्ह सम सुअन सुकृत जेहिं दीन्हे। उचित न तासु निरादरु कीन्हे ॥ ३ ॥

लागहिं कुमुख बचन सुभ कैसे। मगहँ गयादिक तीरथ जैसे ॥

रामहि मातु बचन सब भाए। जिमि सुरसरि गत सलिल सुहाए ॥ ४ ॥

(दोहा)   

गइ मुरुछा रामहि सुमिरि नृप फिरि करवट लीन्ह।

सचिव राम आगमन कहि बिनय समय सम कीन्ह ॥ ४३ ॥

 

રામના સ્વીકારથી કૈકેયી હરખમાં

 

(દોહરો)   

કૈકેયી હર્ષિત બની થતાં રામ અનુકૂળ,

કપટવચન બોલી ભરી નયન પ્રેમનું પૂર.

 

તમારા તથા ભરતના કહું લઇ સોગંદ,

મુજને કોઇ આવતી કારણની ના ગંધ.

 

દોષિત નથી તમે, સદા સૌને સુખ દેતાં,

પિતૃવચનરત, મિષ્ટ ને સત્ય સદા કહેતા.

 

વૃદ્ધાવસ્થામાં પિતા અપયશ ના પામે,

સુબુદ્ધિ લાગે એમની શ્રેયસ્કર કામે;

 

જે પુણ્યથકી  સાંપડયો પુત્ર તમારાશો

તે પુણ્યતણો નાશ ના અજ્ઞાનથકી હો;

 

તે માટે ઉપદેશ દો તમે આજ પ્રેમે,

કલંક લાગે એમને જેથી ના કેમે.

 

કૈકેયી કુમુખથી શબ્દો એમ સર્યા

જેમ મગધદેશે પુનિત ગયાદિ તીર્થ રહ્યાં

 

ગંગામાં મળતાં બધાં પાણી વિમળ થતાં

વચન તેમ શ્રીરામને શુભ લાગ્યાં સઘળાં.

 

મૂર્છા ટળતાં ફેરવ્યું પાસું રામ સ્મરી

ત્યારે સચિવે નૃપતિને સુયોગ્ય અરજ કરી.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer