गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

People curse Kaikeyi for the situation

 

(चौपाई)

मिलेहि माझ बिधि बात बेगारी। जहँ तहँ देहिं कैकेइहि गारी ॥

एहि पापिनिहि बूझि का परेऊ। छाइ भवन पर पावकु धरेऊ ॥ १ ॥

निज कर नयन काढ़ि चह दीखा। डारि सुधा बिषु चाहत चीखा ॥

कुटिल कठोर कुबुद्धि अभागी। भइ रघुबंस बेनु बन आगी ॥ २ ॥

पालव बैठि पेड़ु एहिं काटा। सुख महुँ सोक ठाटु धरि ठाटा ॥

सदा रामु एहि प्रान समाना। कारन कवन कुटिलपनु ठाना ॥ ३ ॥

सत्य कहहिं कबि नारि सुभाऊ। सब बिधि अगहु अगाध दुराऊ ॥

निज प्रतिबिंबु बरुकु गहि जाई। जानि न जाइ नारि गति भाई ॥ ४ ॥

(दोहा)   

काह न पावकु जारि सक का न समुद्र समाइ।

का न करै अबला प्रबल केहि जग कालु न खाइ ॥ ४७ ॥

 

અવધવાસી કૈકેયીને દોષ દેવા લાગ્યા

 

(દોહરો)  

હતો સુમેળ કરી છતાં વિધિએ વિકૃત વાત,

બાજી બદલાઈ ગઇ છેક જ રાતોરાત.

 

કૈકેયીને ગાળ સૌ કટુ દેવા લાગ્યા,

પાપિણીતણા પ્રાણમાં ભાવ મલિન જાગ્યા.

નાખી છાયેલા સદને અંગાર જગવી દીધી એણે અગ્નિજ્વાળ;

આંખ કાઢીને જોવા ચહે એ છોડી અમૃત વિષને ભજે છે;

 

થઇ કુટિલ કુબુદ્ધિ કઠોર વાંસવનમાં અગ્નિ જેવી ઘોર.

બેઠી શાંતિસહિત જેની ડાળે કાપે વૃક્ષને એ અસ્ત્રધારે.

 

રામ પ્રાણસમા હતા પ્યારા તોય બાંધ્યા શે પાપના ભારા?

 

કવિ સત્ય કહે સ્ત્રીસ્વભાવ, ગૂઢ અગમ અગાધ પ્રભાવ;

ભલે પકડાય પોતાની છાયા સ્ત્રીની સમજી શકાય ન માયા.

 

(દોહરો)   

પાવક બાળે શું નહીં, શું ના નદે સમાય,

અબલા પ્રબળ કરે ન શું, કોને કાળ ન ખાય ?

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer