गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Well-wishers advise Kaikeyi to change her decision

 

(चौपाई)

अस बिचारि उर छाड़हु कोहू। सोक कलंक कोठि जनि होहू ॥

भरतहि अवसि देहु जुबराजू। कानन काह राम कर काजू ॥ १ ॥

नाहिन रामु राज के भूखे। धरम धुरीन बिषय रस रूखे ॥

गुर गृह बसहुँ रामु तजि गेहू। नृप सन अस बरु दूसर लेहू ॥ २ ॥

जौं नहिं लगिहहु कहें हमारे। नहिं लागिहि कछु हाथ तुम्हारे ॥

जौं परिहास कीन्हि कछु होई। तौ कहि प्रगट जनावहु सोई ॥ ३ ॥

राम सरिस सुत कानन जोगू। काह कहिहि सुनि तुम्ह कहुँ लोगू ॥

उठहु बेगि सोइ करहु उपाई। जेहि बिधि सोकु कलंकु नसाई ॥ ४ ॥

(छंद)

 जेहि भाँति सोकु कलंकु जाइ उपाय करि कुल पालही।

हठि फेरु रामहि जात बन जनि बात दूसरि चालही ॥

जिमि भानु बिनु दिनु प्रान बिनु तनु चंद बिनु जिमि जामिनी।

तिमि अवध तुलसीदास प्रभु बिनु समुझि धौं जियँ भामिनी ॥

(सोरठा)

सखिन्ह सिखावनु दीन्ह सुनत मधुर परिनाम हित।

तेइँ कछु कान न कीन्ह कुटिल प्रबोधी कूबरी ॥ ५० ॥

 

પોતાના હઠ છોડવા કૈકેયીને અન્યોની ભલામણ

 

એવું સમજીને ક્રોધને છોડો, શોક કલેશ કલંકને તોડો;

કરો ભરતને ભલે યુવરાજ, વનમાં રામનું કિન્તુ શું કાજ ?

 

નથી રામને રાજ્યની ભૂખ, નથી દુન્યવી વિષયોનું દુઃખ,

સદા ધર્મધુરંધર એ તો સ્વાર્થ એમને હોય પછી શો ?

 

તમે અન્ય માગો વરદાન ગુરુના ઘરમાં રહે કે રામ;

સ્નેહે આપો તમે અમને સાથ નહિ તો રહેશે કાંઇ નહિ હાથ.

 

રામ નવ છે કાનનને જોગ; કહેશે સુણનારા શું તમને લોગ ?

હવે એવો ઉપાય કરી દો દૂર શોક કલંક સદા હો.

 

(છંદ)

જેથી સુરક્ષિત કુળ રહે એવો ઉપાય હવે કરો,

ના જાય વનમાં રામ એવી પ્રાર્થના ધ્યાને ધરો;

દિન સૂર્યવિણ તન પ્રાણવિણ હો જેમ શશિવિણ યામિની

આ અવધ તુલસીદાસ પ્રભુવિણ તેમ બનશે, ભામિની !

 

(દોહરો)  

સખીએ શીખ ધરી મધુર શ્રેયસ્કર સધળી,

કુટિલ કૂબડી પ્રેરિત એને ના જ ગમી.

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer