गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Kaushalya gets to know the whole story

 

(चौपाई)

बचन बिनीत मधुर रघुबर के। सर सम लगे मातु उर करके ॥

सहमि सूखि सुनि सीतलि बानी। जिमि जवास परें पावस पानी ॥ १ ॥

कहि न जाइ कछु हृदय बिषादू। मनहुँ मृगी सुनि केहरि नादू ॥

नयन सजल तन थर थर काँपी। माजहि खाइ मीन जनु मापी ॥ २ ॥

धरि धीरजु सुत बदनु निहारी। गदगद बचन कहति महतारी ॥

तात पितहि तुम्ह प्रानपिआरे। देखि मुदित नित चरित तुम्हारे ॥ ३ ॥

राजु देन कहुँ सुभ दिन साधा। कहेउ जान बन केहिं अपराधा ॥

तात सुनावहु मोहि निदानू। को दिनकर कुल भयउ कृसानू ॥ ४ ॥

(दोहा)   

निरखि राम रुख सचिवसुत कारनु कहेउ बुझाइ।

सुनि प्रसंगु रहि मूक जिमि दसा बरनि नहिं जाइ ॥ ५४ ॥

 

કૌશલ્યા બધી વાત જાણે છે

 

(દોહરો)   

વચન નમ્ર મધુ રામનાં શર જેવાં લાગ્યાં,

માતાના અતંરમહીં કટુ સ્પંદન જાગ્યાં.

 

વર્ષાની ધારાથકી સુકાય જેમ જવાસ

શીતળ શબ્દોથી થઇ માતા તેમ હતાશ.

હૃદયમાં થયો ઘોર વિષાદ, મૃગીએ સુણ્યો સાવજનાદ;

નયન ભરાયાં, કાયે કંપ, ટળી ગયો પ્રાણતણો જંપ.

 

વદન વિલોકી ધીરજ ધરી, ગદ્ ગદ કંઠે બોલી ફરી,

પ્રાણપ્રિય પિતાના છો તમે, ચરિત તમારાં સૌને ગમે.

 

શુભ દિન શોધ્યો દેવા રાજ, બદલ્યો વિચાર શાને આજ ?

એવો શો અપરાધ થયો વનનો કે આદેશ મળ્યો ?

 

(દોહરો)    

સૂર્યવંશ-વન બાળવા પાવક કોણ થયું,

કારણ એવું શું બન્યું નૃપનું ચિત્ત ફર્યું ?

 

મંત્રીપુત્રે તે પછી કારણ સર્વ કહ્યું;

દશા બની દયનીય તે સુણતાં સ્થૈર્ય ગયું.

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer