गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Ram agrees to take sita with him

 

(चौपाई)

अस कहि सीय बिकल भइ भारी। बचन बियोगु न सकी सँभारी ॥

देखि दसा रघुपति जियँ जाना। हठि राखें नहिं राखिहि प्राना १ ॥

कहेउ कृपाल भानुकुलनाथा। परिहरि सोचु चलहु बन साथा ॥

नहिं बिषाद कर अवसरु आजू। बेगि करहु बन गवन समाजू ॥ २ ॥

कहि प्रिय बचन प्रिया समुझाई। लगे मातु पद आसिष पाई ॥

बेगि प्रजा दुख मेटब आई। जननी निठुर बिसरि जनि जाई ॥ ३ ॥

फिरहि दसा बिधि बहुरि कि मोरी। देखिहउँ नयन मनोहर जोरी ॥

सुदिन सुघरी तात कब होइहि। जननी जिअत बदन बिधु जोइहि ॥ ४ ॥

(दोहा)  

बहुरि बच्छ कहि लालु कहि रघुपति रघुबर तात।

कबहिं बोलाइ लगाइ हियँ हरषि निरखिहउँ गात ॥ ६८ ॥

 

સીતાને સાથે વનમાં આવવા રામની અનુમતિ

 

સીતા વિકલ બની અતિ ભારી, વિરહ વચનને શકી ન ધારી;

રામે કર્યું ત્યારે અનુમાન વિરહમહીં નહિ રાખે પ્રાણ.

 

વદ્યા કૃપાળુ ભાનુકુળનાથ શોક તજી ચાલો વન સાથ;

વિષાદનો નવ અવસર આજ, તૈયાર બનો વનને કાજ.

 

પ્રિય વચન કહી શાંતિ ધરી, માતતણી આશિષ ગ્રહી;

જનની બોલી પાછા ફરી સંકટ સૌનું લેજો હરી.

 

વિસરી ના જનનીને જશો; વિષય નેત્રના ક્યારે થશો ?

દશા સુધરશે મારી ફરી, જોડી જોવા મળશે વળી ?

 

(દોહરો)  

સુંદર દિન એ શુભ ઘડી પ્રાપ્ત થશે ક્યારે

જોશે મધુમુખ માત આ જીવતાં જ જ્યારે ?

 

વત્સ લાલ રઘુપતિ વળી રઘુવર મધુર કહી,

બોલાવી ભેટીશ હું ક્યારે ફરી અહીં ?

   

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer