गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Ram tells Laxman to stay in Ayodhya

 

(चौपाई)

अस जियँ जानि सुनहु सिख भाई। करहु मातु पितु पद सेवकाई ॥

भवन भरतु रिपुसूदन नाहीं। राउ बृद्ध मम दुखु मन माहीं ॥ १ ॥

मैं बन जाउँ तुम्हहि लेइ साथा। होइ सबहि बिधि अवध अनाथा ॥

गुरु पितु मातु प्रजा परिवारू। सब कहुँ परइ दुसह दुख भारू ॥ २ ॥

रहहु करहु सब कर परितोषू। नतरु तात होइहि बड़ दोषू ॥

जासु राज प्रिय प्रजा दुखारी। सो नृपु अवसि नरक अधिकारी ॥ ३ ॥

रहहु तात असि नीति बिचारी। सुनत लखनु भए ब्याकुल भारी ॥

सिअरें बचन सूखि गए कैंसें। परसत तुहिन तामरसु जैसें ॥ ४ ॥

(दोहा)    

उतरु न आवत प्रेम बस गहे चरन अकुलाइ।

नाथ दासु मैं स्वामि तुम्ह तजहु त काह बसाइ ॥ ७१ ॥

 

રામ લક્ષ્મણને અયોધ્યા રહેવા સમજાવે છે

 

એવું સમજી સુણો શીખ ભાઇ, કરો પિતૃચરણસેવા કાંઇ;

નથી ભરત-શત્રુઘ્ન બે ઘેર, વૃદ્ધ રાયના કાળજે કેર.

 

વનમાં જઇએ જો આપણે સાથ થાય અવધ તો પૂર્ણ અનાથ;

ગુરુ પિતૃ પ્રજા પરિવાર સૌને આવે દુસહ દુઃખભાર.

 

રહો અર્પો સૌને પરિતોષ, નહિ તો લાગશે ત્યાગથી દોષ;

પ્રજા જેની વેઠે વ્યથા ભારી બને નૃપ તે નરક અધિકારી.

 

રહો ઘેર એ નીતિ વિચારી; સુણી વ્યથિત લક્ષ્મણ થયા ભારી ;

હિમસ્પર્શે કમળ થાય મ્લાન તેમ મ્લાન થયા સુણી વાણ.

 

(દોહરો)   

વદી ન શકાયું સ્નેહવશ, પકડી ચરણ કહ્યું,

સેવક હું સ્વામી તમે, ત્યાગો તો શું કરું ?

   

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer