गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Dashratha tells Sumantra for chariot

 

(चौपाई)

एहि बिधि राम सबहि समुझावा। गुर पद पदुम हरषि सिरु नावा।

गनपती गौरि गिरीसु मनाई। चले असीस पाइ रघुराई ॥ १ ॥

राम चलत अति भयउ बिषादू। सुनि न जाइ पुर आरत नादू ॥

कुसगुन लंक अवध अति सोकू। हहरष बिषाद बिबस सुरलोकू ॥ २ ॥

गइ मुरुछा तब भूपति जागे। बोलि सुमंत्रु कहन अस लागे ॥

रामु चले बन प्रान न जाहीं। केहि सुख लागि रहत तन माहीं ॥ ३ ॥

एहि तें कवन ब्यथा बलवाना। जो दुखु पाइ तजहिं तनु प्राना ॥

पुनि धरि धीर कहइ नरनाहू। लै रथु संग सखा तुम्ह जाहू ॥ ४ ॥

(दोहा)    

सुठि सुकुमार कुमार दोउ जनकसुता सुकुमारि।

रथ चढ़ाइ देखराइ बनु फिरेहु गएँ दिन चारि ॥ ८१ ॥

 

દશરથ સુમંત્રને રથ લઇ જવા કહે છે

 

(દોહરો)    

એમ  કહી  ગુરુચરણમાં   હર્ષે  કરી  પ્રણામ

ચાલ્યા  ગણપતિ શિવ-શિવા આશિષ  પામી  રામ.

*

રામ ચાલતાં વ્યાપ્યો વિષાદ વધ્યો પુરજનનો આર્તનાદ;

થયા કુશકુન લંકામાં ભારે, અવધે શોક છવાયો ત્યારે.

 

મૂર્છા ટળતાં જ દશરથ જાગ્યા કહેવા સચિવ સુમંત્રને લાગ્યા,

રામ જાય છે પ્રાણ ના જાય, કયા સુખ માટે રહે તનમાંહ્ય ?

 

વ્યથા આથી કયી બળવાન જૂની પીડે તજશે તનને પ્રાણ?

ફરી ધીરજ ધરી કહ્યું રાજે, લઈ રથને જાઓ રામ સાથે.

 

(દોહરો)    

સુકુમારી સીતા તથા કુમારદ્વય સુકુમાર,

રથમાં વન દેખાડતાં ફરો દિન પછી ચાર.

   

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer