गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Guha moved at Ram's situation

 

(चौपाई)

बिबिध बसन उपधान तुराई। छीर फेन मृदु बिसद सुहाई ॥

तहँ सिय रामु सयन निसि करहीं। निज छबि रति मनोज मदु हरहीं ॥१ ॥

ते सिय रामु साथरीं सोए। श्रमित बसन बिनु जाहिं न जोए ॥

मातु पिता परिजन पुरबासी। सखा सुसील दास अरु दासी ॥ २ ॥

जोगवहिं जिन्हहि प्रान की नाई। महि सोवत तेइ राम गोसाईं ॥

पिता जनक जग बिदित प्रभाऊ। ससुर सुरेस सखा रघुराऊ ॥ ३ ॥

रामचंदु पति सो बैदेही। सोवत महि बिधि बाम न केही ॥

सिय रघुबीर कि कानन जोगू। करम प्रधान सत्य कह लोगू ॥ ४ ॥

(दोहा)     

कैकयनंदिनि मंदमति कठिन कुटिलपनु कीन्ह।

जेहीं रघुनंदन जानकिहि सुख अवसर दुखु दीन्ह ॥ ९१ ॥

 

રામને જોઇ ગુહને થતો વિષાદ

 

વિવિધ વસન ઉપધાન રજાઇ ક્ષીરફીણ મૃદુ વિશદ સોહાય;

સીતારામ શયન ત્યાં કરે રતિ મનોજના મદને હરે.

 

કરે પથારી પર તે શયન, વ્યથા અનુભવે નીરખી નયન;

માત-પિતા પરિજન પુરલોક દાસી-દાસ સુહૃદ અણમોલ

સેવે પ્રાણસમ ગણી રામ ધરા પર કરે તેં આરામ.

 

પિતા જનક જગવિદિત પ્રભાવ શ્વસુર સુરેશ સખા રઘુરાવ,

રામચંદ્ર પતિ સીતા તે સૂતી ખુલ્લી ધરતી પરે.

 

વિધિ વિરોધ ના કોનો કરે, કોના સુખને ના કે હરે ?

સીતારામ યોગ્ય વનકાજ ? કર્મ પ્રધાન લાગતું આજ.

 

(દોહરો)    

કૈકેયીએ મંદમતિ કુટિલતા કરી ઘોર

સુખ સમયે સંકટ ધર્યું સીયરામને ઓર.

   

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer