गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Kevat washes Ram's feet

 

(चौपाई)

कृपासिंधु बोले मुसुकाई। सोइ करु जेंहि तव नाव न जाई ॥

वेगि आनु जल पाय पखारू। होत बिलंबु उतारहि पारू ॥ १ ॥

जासु नाम सुमरत एक बारा। उतरहिं नर भवसिंधु अपारा ॥

सोइ कृपालु केवटहि निहोरा। जेहिं जगु किय तिहु पगहु ते थोरा ॥ २ ॥

पद नख निरखि देवसरि हरषी। सुनि प्रभु बचन मोहँ मति करषी ॥

केवट राम रजायसु पावा। पानि कठवता भरि लेइ आवा ॥ ३ ॥

अति आनंद उमगि अनुरागा। चरन सरोज पखारन लागा ॥

बरषि सुमन सुर सकल सिहाहीं। एहि सम पुन्यपुंज कोउ नाहीं ॥ ४ ॥

(दोहा)

पद पखारि जलु पान करि आपु सहित परिवार।

पितर पारु करि प्रभुहि पुनि मुदित गयउ लेइ पार ॥ १०१ ॥

   

કેવટ રામના પગ ધુએ છે

 

કરુણાસિંધુ હસી બોલ્યા એવું નાવ જાય ના કર ભલે તેવું;

જલદી જળ લાવી પાય પખાળ વિના વિલંબ પાર ઉતાર.

 

જેનું નામ સ્મરી એક વાર ઊતરે નર ભવસિંધુ અપાર,

ત્રણ ડગથી કર્યું જગ નાનું જેણે ધરતાં સ્વરૂપ મજાનું,

કરે અરજ એ પરમકૃપાળુ, એવું પ્રેમનું સાધન ન્યારું.

 

મતિ ગંગાની મોહે ભરાઈ પ્રભુનાં વચનો સુણીને ઘવાઈ,

કિન્તુ ચરણોની દીપ્તિ નિહાળી પ્રગટ્યો અંતરે આનંદ ભારી.

 

આજ્ઞા રામની કેવટ પામ્યો પાણી કથરોટમાં ભરી લાવ્યો,

અતિ આનંદે ને અનુરાગે ધોવા ચરણ લાગ્યો સુખ સાથે

સ્પર્શ દેવતાયે જેનો માગે.

 

(દોહરો)  

પ્રશંસી રહ્યા દેવ આ પુનિત પુણ્ય ભંડાર,

સુમનો વરસી સૌ રહ્યાં સમજી સાધનસાર.

 

પગ ધોઈ ચરણામૃત લઈ સહિત પરિવાર

પિતૃ પાર કરતાં કર્યા પ્રભુને ગંગાપાર.

    

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer