गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Ram tells Guha to return home

 

(चौपाई)

गंग बचन सुनि मंगल मूला। मुदित सीय सुरसरि अनुकुला ॥

तब प्रभु गुहहि कहेउ घर जाहू। सुनत सूख मुखु भा उर दाहू ॥ १ ॥

दीन बचन गुह कह कर जोरी। बिनय सुनहु रघुकुलमनि मोरी ॥

नाथ साथ रहि पंथु देखाई। करि दिन चारि चरन सेवकाई ॥ २ ॥

जेहिं बन जाइ रहब रघुराई। परनकुटी मैं करबि सुहाई ॥

तब मोहि कहँ जसि देब रजाई। सोइ करिहउँ रघुबीर दोहाई ॥ ३ ॥

सहज सनेह राम लखि तासु। संग लीन्ह गुह हृदय हुलासू ॥

पुनि गुहँ ग्याति बोलि सब लीन्हे। करि परितोषु बिदा तब कीन्हे ॥ ४ ॥

(दोहा)  

तब गनपति सिव सुमिरि प्रभु नाइ सुरसरिहि माथ।

सखा अनुज सिया सहित बन गवनु कीन्ह रधुनाथ ॥ १०४ ॥

   

રામ નિષાદરાજ ગુહને પાછા વળવા કહે છે

 

(દોહરો)    

મંગલ શબ્દ સુણી સકળ સીતા એ અનુકૂળ

મુદિતમન બની, હૃદયની શમી બધીયે શૂળ.

 

નિષાદને પ્રભુએ કહ્યું અંતે ઘેર જવા;

મ્લાન બન્યું મુખ સાંભળી જાગ્યો દાહ મહા.

 

વંદી દીન વચન કહ્યાં ગુહે જોડતાં હાથ,

ચરણોની સેવા ધરો ચાર દિન મને નાથ !

 

વનમાં વસશો ત્યાં સરસ કુટિ કરીશ તૈયાર;

આજ્ઞા દો, સમજીશ હું સેવાને નિત સાર.

 

સહજ સ્નેહને દેખતાં લીધો તેને સાથ,

જાણે ગુહના મસ્તકે રામે મૂક્યો હાથ

 

મુદિત ગુહે નિજલોકને બોલાવી સપ્રેમ

કર્યા વિદાય પ્રસન્નતા પરિતોષ ધરી તેમ.

 

ગણેશ શિવને પ્રભુ સ્મરી સખા અનુજ સ્ત્રી સાથ

શીશ નમાવી ગંગને વન ચાલ્યા રઘુનાથ.

    

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer