गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Ram remembers Ayodhya

 

(चौपाई)

सीय लखन जेहि बिधि सुखु लहहीं। सोइ रघुनाथ करहि सोइ कहहीं ॥

कहहिं पुरातन कथा कहानी। सुनहिं लखनु सिय अति सुखु मानी ॥ १ ॥

जब जब रामु अवध सुधि करहीं। तब तब बारि बिलोचन भरहीं ॥

सुमिरि मातु पितु परिजन भाई। भरत सनेहु सीलु सेवकाई ॥ २ ॥

कृपासिंधु प्रभु होहिं दुखारी। धीरजु धरहिं कुसमउ बिचारी ॥

लखि सिय लखनु बिकल होइ जाहीं। जिमि पुरुषहि अनुसर परिछाहीं ॥३॥

प्रिया बंधु गति लखि रघुनंदनु। धीर कृपाल भगत उर चंदनु ॥

लगे कहन कछु कथा पुनीता। सुनि सुखु लहहिं लखनु अरु सीता ॥ ४ ॥

(दोहा)   

रामु लखन सीता सहित सोहत परन निकेत।

जिमि बासव बस अमरपुर सची जयंत समेत ॥ १४१ ॥

 

શ્રીરામ અવધને યાદ કરે છે

 

સીતા લક્ષ્મણ સુખને પામે તેવું કરતા ને કહેતા રામે;

કહેતા પ્રાચીન ઇતિહાસ પ્યારે સુણતા સીતા લક્ષ્મણ સુખે ત્યારે.

 

સ્મરતા અવધપુરીને જ્યારે, આંખ ઉભરાતી અશ્રુની ધારે;

માતતાત ને પરિજન ભ્રાત કરતાં ભરતના સ્નેહની વાત

 

શીલસેવાને કરતાં યાદ બનતા રઘુપતિ અતિશય આર્દ્ર,

ધરતા ધૈર્ય કુસમય વિચારી, થતાં વિકળ અનુજ સીતા ભાળી.

 

દેખી વિકળતાને રઘુનંદન કૃપાસિંધુ ભગત ઉરચંદન

કહેતા પુનિત કથાઓને પ્રેમે, સુણી સુખ માણતાં બંને કેમે.

 

(દોહરો) 

લક્ષ્મણ ને સીતા સહિત સોહે રામ નિકેત,

અમરાપુરમાં ઇન્દ્રસમ શચી જયંત સમેત.

         

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer