गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

अयोध्याकांड

   
< BACK

Ayodhya Kand

NEXT >

Dashratha tells Sumantra to take him to Ram

 

(चौपाई)

भूप सुमंत्रु लीन्ह उर लाई। बूड़त कछु अधार जनु पाई ॥

सहित सनेह निकट बैठारी। पूँछत राउ नयन भरि बारी ॥ १ ॥

राम कुसल कहु सखा सनेही। कहँ रघुनाथु लखनु बैदेही ॥

आने फेरि कि बनहि सिधाए। सुनत सचिव लोचन जल छाए ॥ २ ॥

सोक बिकल पुनि पूँछ नरेसू। कहु सिय राम लखन संदेसू ॥

राम रूप गुन सील सुभाऊ। सुमिरि सुमिरि उर सोचत राऊ ॥ ३ ॥

राउ सुनाइ दीन्ह बनबासू। सुनि मन भयउ न हरषु हराँसू ॥

सो सुत बिछुरत गए न प्राना। को पापी बड़ मोहि समाना ॥ ४ ॥

(दोहा)   

सखा रामु सिय लखनु जहँ तहाँ मोहि पहुँचाउ।

नाहिं त चाहत चलन अब प्रान कहउँ सतिभाउ ॥ १४९ ॥

 

દશરથ પોતાને રામ પાસે લઇ જવા કહે છે

 

ધર્યું સચિવને આલિંગન, મળ્યું ડૂબતાં આલંબન;

પાસે બેસાડી નૃપ એ વદ્યા અશ્રુ ભરતાં નયને.

 

સખા, કુશળ કહે રામતણું, વિરહ દુઃખ અતિઘોર ગણું;

સીતા લક્ષ્મણ રઘુવર કયાં, આવ્યાં અથવા છે વનમાં ?

 

કહ્યો એમણે છે સંદેશ ? ધીરજ રહી શકે ના લેશ;

રામ રૂપ ગુણ સ્વભાવશીલ સ્મરી નૃપ ઉરે પ્રગટી પીડ.

 

રાજ્ય કહી દીધો વનવાસ થયો તોય નવ હર્ષ વિષાદ;

તે સુતવિરહે ગયા ન પ્રાણ, પાપી મુજસમ કોણ મહાન ?

 

(દોહરો)  

લક્ષ્મણ સીતા રામની મને લઇ જા પાસ,

નહિ તો વધુ ટકશે નહીં મારો સાચે શ્વાસ.

         

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer